Western Times News

Gujarati News

ત્રણેય સેનાઓ પૂરેપૂરી તૈયાર, દેશ પર કોઈ આંચ આવવા દઈશું નહીં: નવા સેના પ્રમુખ

નવીદિલ્હી, ભારતીય સેનાના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ આજે સવારે નેશનલ વોર મેમોરિયલ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. આ અવસરે સેના પ્રમુખે સ્પષ્ટ રીતે ભારતના દુશ્મનોને સંદેશો આપતા કહ્યું કે અમે દેશવાસીઓને આશ્વાસન આપવા માંગીએ છીએ કે ત્રણેય સશસ્ત્ર સેનાઓ સંપૂર્ણ રીતે તૈયાર છે. આપણા દેશને સુરક્ષિત રાખીશુ અને તેને કોઈ આંચ આવવા દઈશું નહીં.

જનરલ મનોજ મુકુંદ નરવણેએ દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ આપી અને કહ્યું કે આજે એક નવું વર્ષ જ નહીં પરંતુ એક નવા દાયકાની શરૂઆત છે. અમને વિશ્વાસ છે કે દેશ ઉન્નતિ કરશે પરંતુ આ પ્રગતિ ત્યારે જ થઈ શકશે જ્યારે આપણી સરરહદો સુરક્ષિત હશે. ત્યારે તો અમે અમારું કામકાજ કરી શકીશું.

જનરલ નરવણેએ કહ્યું કે થળ સેનાના જવાનો સરહદ પર તૈનાત અને સતર્ક છે. આવનારા સમયમાં અમે પડકારોની તૈયારીઓ કરતા રહીશું. થળ સેના યુદ્ધ અનુભવી છે અને ભવિષ્યમાં કોઈ પણ જોખમને ટાળવામાં સક્ષમ છે. ચીફ ઓફ આર્મી સ્ટાફ બનતા આનંદ છે. આ એક મોટી જવાબદારી છે. જે પણ જોખમો છે તેના પર અમે ધ્યાન આપતા રહીએ છીએ. આ એક સતત પ્રક્રિયા છે. ભવિષ્યમાં આવનારા પડકારો કયા છે તેના પર અમે ધ્યાન આપીએ છીએ અને તેને પહોંચી વળવા માટે પ્લાનિંગ કરતા રહીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.