ત્રણેય RTOમાં કામગીરી શરૂ થઈ, કાચુ લાઈસન્સ નહીં નીકળે
અમદાવાદ, અમદાવાદની ત્રણ આરટીઓમાં ગુરૂવારતી પાકા લાઈસન્સ સહિત રીન્યુ, ડુપ્લીકેટ અને વાહન સંબંધિત કામગીરી થશે. કાચા લાઈસન્સની કામગીરી ગુરૂવારથી શરૂ નહીં થાય બુધવારે પાકા લાઈસન્સની એપોઈન્ટમેન્ટ માટે લોકોએ દિવસભર મહેનત કરી. પરંતુ મોડી સાંજે એપોઈન્ટમેન્ટ મળી હતી. ઓનલાઈન એપોઈન્ટમેન્ટ માટે એજન્ટોએ રૂ. ૪૦૦ સુધી ખંખેર્યા.
સુભાષબ્રિજ આરટીઓએ બુધવાર સવારથી એપોઈન્ટમેન્ટ મળશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ દિવસભર કોઈને એપોઈન્ટમેન્ટ ન મળી. મોડી સાંજથે એપોઈન્ટમેન્ટ મળવાની શરૂઆત થઈ પણ એજન્ટોએ ગેરલાભ ઉઠાવ્યો. અગાઉ એપોઈન્ટમેન્ટના રૂ. ૧૦૦ હતા. જે એજન્ટો અને સાયબર કાફેએ અચાનક વધારી ૪૦૦ કર્યો. સુભાષ બ્રિજ આરટીઓ બી.વી. લીંબાસીયાએ કહ્યું, માસ્ક વગર અરજદારોને પ્રવેશ અપાશે નહીં.
કાચા લાઈસન્સની કામગીરી આઈટીઆઈમાં થાય છે. પરંતુ ગુરૂવારથી આઈટીઆઈમાં કાચા લાઈસન્સની કામગીરી શરૂ નહીં થાય. સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત થયા બાદ આઈ.ટી.આઈ. માં કામગીરી શરૂ થશે.
વ†ાલ આરટીઓ એસ.એમ. પટેલે કહ્યું કે, અહી રોજની ૩પ૦ એપોઈન્ટમેન્ટ ફાળવવામાં આવી છે. જેમાં વાહનના પાકા લાઈસન્સ માટે ટૂ-વ્હીલરની ૧૦૦ અને કારની પ૦ એપોઈન્ટમેન્ટ છે. જ્યારે વાહનના કામ માટે ૧૦૦ અને લાઈસન્સ સંબંધિત કામ માટે ૧૦૦ એપોઈન્ટમેન્ટ કરવામાં આવી છે. અરજદાચરોને હાલ જરૂર ના હોય તો આરટીઓમાં આવવું જાઈએ નહીં. બાવળા આરટીઓ કચેરીમાં પણ ગુરૂવારથી કામગીરી શરૂ થશે.