ત્રણ જ્વેલર્સ પેઢીનું રપ લાખનું સોનું લઈ બંગાળી કારીગર ફરાર
જૂનાગઢ, કેશોદની ત્રણ જ્વેલર્સ પેઢીનુૃ ૪.૯પ લાખનું સોનું દાગીના બનાવવા બહાને જૂનાગઢનો બંગાળી કારીગર લઈ પરત ન આપી રૂા.રપ લાખની છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવા પામી છે.
આ અંગેની વિગત એવી છે કે કેશોદના આંબાવાડીમાં રહેતા સોની બજારમાં ચીમનભાઈ જ્વેલર્સ નામની પેઢી ધરાવતા અમિત ચીમનભાઈ ભીંડીએ જૂનાગઢમાં દાગીના બનાવવાનુૃ કામ કરતા પશ્ચિમ બંગાળના તારક નાગેન્દ્ર પોરેને દાગીના બનાવવા માટે ૮૦ ગ્રામ સોનુ આપ્યુ હતુૃ.
એવી રીતે યુનુૃસભાઈ મયુદ્દીન અને વિરેન રમેશભાઈ કિચડીયાએ પણ દાગીના બનાવવા માટે કુલ રૂા.૪૯પ.ર૦ ગ્રામ સોનુ કિંમત રૂા.રપ.૧૦,ર૧૭ નુૃ આપ્યુ હતુ. આ સોનું કે દાગીના પરત કરવાને બદલે નાસી જઈ ત્રણેય વેપારીઓ સામે રૂા.રપ લાખની ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યાની અમિત ભીંડીએ ફરીયાદ નોંધાવી છે.