Western Times News

Gujarati News

ત્રણ તબક્કામાં ૧૦ લાખ અમદાવાદીઓને રસી મળશે

Files Photo

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોના રસીકરણ માટે સર્વેનું કામ ૬૦ ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે જેમાં ૫૦ વર્ષથી ઉપરના નાગરિકોની માહિતી એકઠી કરવામાં આવી રહી છે. એએમસી મુજબ કોરોના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પહેલા ત્રણ તબક્કામાં અંદાજીત ૧૦ લાખ લોકોને રસી મૂકવામાં આવશે. નગરપાલિકાના અધિકારીઓએ કહ્યું કે ૬૦ ટકા શહેરીજનો પર સર્વે પૂર્ણ થઈ ગયો છે. અંદાજે ૫ લાખ લોકો એવા છે જેઓ ૫૦ વર્ષથી મોટી ઉંમરના છે. જ્યારે બાકીના ૪૦ ટકા શહેરીજનોનો સર્વે હજુ બાકી છે.

અધિકારીઓએ કહ્યું કે ‘અમને આશા છે કે આગામી ૧૦ દિવસમાં સર્વેનું કામ પૂર્ણ થઈ જશે અને ચોક્કસ આંકડો તેના બાદ જ સામે આવશે પરંતુ અમને લાગે છે કે શહેરમાં ૫૦ વર્ષથી મોટી ઉંમરના શહેરીજનોની સંખ્યા ૯ લાખની આસપાસ રહેશે. આ ઉપરાંત કોર્પોરેશને ૫૦ હજાર હેલ્થકેર કર્મચારીઓ અને ૫૦ હજાર બીજા ફ્રન્ટલાઇન વર્કર્સ જેવા કે પોલીસ અને કોર્પોરેશનના કર્માચારીઓનું લિસ્ટ તૈયાર કર્યું હોવાથી આ લોકો કુલ ૧ લાખ અને વૃદ્ધો ૯ લાખ એમ મળીને શહેરમાં ૧૦ લાખ લોકોને પહેલા ત્રણ તબક્કામાં કોરોના રસી આપવામાં આવશે.

અધિકારીઓએ કહ્યું કે, સર્વે દરમિયાન અમને જાેવા મળ્યું કે હાઈએન્ડ સોસાયટીમાં રહેતા લોકો કોરોના રસીકરણ માટે પોતાની નોંધણી કરાવવાથી દૂર રહે છે. નવરંગપુરા, બોડકદેવ, થલતેજ અને જાેધપુર સહિતના વિસ્તારોમાં ઘણા રહેવાસીઓએ પોતાની માહિતી આપવાથી ઇનકાર કરી દીધો છે.

જેમ વધુ પોશ એરિયા તેમ માહિતી મેળવવામાં વધુ મુશ્કેલી પડે છે. સર્વે મુજબ અત્યાર સુધીમાં માંડ ૩ ટકા શહેરીજનોએ કોરોના રસીકરણમાં પોતાની નોંધણી કરવાની ના પાડી છે. જે પૈકી ૭૦ ટકા લોકો આવા પોશ વિસ્તારમાંથી છે. અધિકારીઓએ કહ્યું કે, ‘જ્યારે અમે તેમની ના પાડવા પાછળનું કારણ જાણવા માટે પ્રયાસ કર્યો તો મોટાભાગના લોકો જવાબ આપ્યો કે તેમને હજુ પણ કોરોનાની રસી પર ભરોસો નથી અને સાથે સાથે તેની અસરકારકતા યથાવત રાખવા માટે તેના સ્ટોરેજ અને સપ્લાય દરમિયાન કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા અંગે તેમને વિશ્વાસ નથી.

આવા ઘણા વૃદ્ધોનું કહેવું હતું કે, રસી લેતા સમયે નાનકડી ભૂલ પણ ગંભીર સમસ્યા સર્જી શકે છે અને જ્યારે આવું માસ રસીકરણ થઈ રહ્યું હોય નાની નાની ભૂલો થાય જ છે. જેથી પોતે તેનો ભોગ બનવા ન માગ ા હોવાથી પોતાની નોંધણી કરાવવાનું ટાળી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણ કેન્દ્રમાં જ રસી દીધા પછી વ્યક્તિ પર તેની આડઅસરની તપાસ કરવા માટે અલાયદા રુમની વ્યવસ્થા કરવાના આદેશ બાદ ઘણા લોકો રસીકરણ કાર્યક્રમથી દૂર રહેવા માગે છે.

અધિકારીઓએ આવું જ એક ઉદાહરણ આપતા એક કિસ્સો કહ્યો જે મુજબ કોર્પોરેશનના સર્વે ટીમના કર્મચારીઓ જ્યારે બોપલમાં એક ઘરે પહોંચ્યા ત્યારે ૮૦ વર્ષા વૃદ્ધે કોરોના રસીના સેફ્ટી પ્રીકોશન અંગે સવાલ કર્યા હતા. પરંતુ સ્ટાફ પૂરતો સંતોષકારક જવાબ આપી શક્યો નહીં. જેના કારણે વૃદ્ધે રસીકરણ પ્રોગ્રામમાં ભાગ લેવાનું અને પોતાની માહિતી શેર કરવાની ના પાડી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.