Western Times News

Gujarati News

ત્રણ દિવસની બેટરી લાઇફ સાથે નોકિયા G20 ભારતમાં લોંચ થયો

HMD ગ્લોબલ, હોમ ઓફ નોકિયા ફોન્સે આજે ભારતમાં નોકિયા G20 લોંચ કરવાની જાહેરાત કરી હતી.

નોકિયા સ્માર્ટફોનની નવી G-સીરિઝ પ્રસ્તુત અને યુઝર-કેન્દ્રિત ટેકનોલોજી દ્વારા તમારી તમામ રોજિંદી જરૂરિયાતો પ્રદાન કરવા આદર્શ સંતુલન પ્રસ્તુત કરે છે. અમારી ત્રણ દિવસ ચાલતી લાંબી બેટરી સાથે સજ્જ નોકિયા G20 એન્ડ્રોઇડની વિશ્વસનયિતા ધરાવે છે –

ત્રણ વર્ષ માસિક સીક્યોરિટી અપડેટ, જે બે વર્ષ OS અપડેટ સાથે શક્ય શ્રેષ્ઠ સીક્યોરિટી જાળવવા મદદ કરશે. વાઇડ-એંગલ અને મેક્રો લેન્સ, પાવરફૂલ AI ઇમેજિંગ મોડ, OZO ઓડિયો અને પુષ્કળ સ્ટોરેજ સાથે 48MP ક્વેડ કેમેરા ધરાવતો નોકિયા G20 ઓન-ધ-ગો ક્રિએટિવ સ્ટુડિયો છે.

HMD ગ્લોબલના વાઇસ પ્રેસિડન્ટ સન્મીત સિંહ કોચ્ચર:

“નોકિયા G20 2021માં અમારા સૌથી મહત્વપૂર્ણ લોંચ પૈકીનો એક છે. આ અમારા ચાહકોને અમારી વિશિષ્ટ એન્ડ્રોઇડ ખાતરી તેમજ અમારી શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત બનાવટને પગલે શ્રેષ્ઠ પર્ફોર્મન્સ સાથે સંપૂર્ણ ડિવાઇઝ બનાવે છે, જે તમને સંયુક્તપણે લાંબો સમય ચાલે એવું ડિવાઇઝ આપશે.

અમે અદ્યતન સ્માર્ટફોન યુઝર્સની જરૂરિયાતો એટલે કે પ્રીમિયમ ડિઝાઇન, અદ્યતન ખાસિયતો અને શ્રેષ્ઠ સીક્યોરિટીને ધ્યાનમાં રાખીને આ ડિઝાઇન ડિઝાઇન કર્યો છે અને બનાવ્યો છે એટલે કે HMDમાં અમે ઇનોવેશન માટે મનુષ્યને પ્રાથમિકતા આપી છે, જે અમે બનાવતા સ્માર્ટફોનમાં પ્રદર્શિત થાય છે.

અમે જાણીએ છીએ કે, તમે સ્માર્ટફોનને પસંદ કરો છો, તમે તમારા ડેટાને જાળવવા વિશ્વાસ મૂકવા ઇચ્છો છો, તમે લાંબો સમય એનો ઉપયોગ કરવા ઇચ્છો છો – નોકિયા G20 સાથે તમને એવો ફોન મળશે, જે લાંબો સમય ચાલશે, તમે તેને પ્રેમ કરી શકો છો અને જાળવી શકો છો.

મીડિયાટેક G35 પ્રોસેસર ધરાવતો નોકિયા G20 ત્રણ દિવસની બેટરી લાઇફ ધરાવે છે, જે તમને વધારે કામ કરવાની,વધારે જોડાયેલા અને વધારે રચનાત્મકતા માટે સક્ષમ બનાવશે, તેમાં તમારે બેટરી ઉતરી જવાની ચિંતા કરવાની જરૂર નથી. પ્રી-ઇન્સ્ટોલ્ડ એન્ડ્રોઇડ™ 11 તમને સરળતાપૂર્વક અને ઝડપથી વિવિધ એપનો ઉપયોગ કરવા અને સ્વિચ થવા સક્ષમ બનાવશે. એમાં ફેસ અને સાઇડ ફિંગરપ્રિન્ટ અનલોક જેવી સંવર્ધિત સુરક્ષા ખાસિયતો પણ સામેલ છે.

HMD ગ્લોબલની ત્રણ વર્ષ માસિક સીક્યોરિટી અપડેટ અને બે વર્ષ સોફ્ટવેર અપગ્રેડ પ્રદાન કરવા કટિબદ્ધ છે, જે સુનિશ્ચિત કરશે કે નોકિયા G20 તમારો વિશ્વસનિય પાર્ટનર બનશે – જેને તમે પસંદ કરો, જેના પર તમે વિશ્વાસ રાખશો અને લાંબો સમય જાળવશો.

તમારા જીવનની યાદગાર ક્ષણો કેદ કરવા ક્રિએટિવ સ્ટુડિયો, તમારી જીવનશૈલી માટે સુંદર ડિવાઇઝ

નવો નોકિયા G20 48MP ક્વેડ કેમેરા અને 8MP ફ્રન્ટ કેમેરા ધરાવે છે. આ ટિઅરડ્રોપ ડિસ્પ્લે અને ઉપયોગી બ્રાઇટનેસ બૂસ્ટ સાથે શ્રેષ્ઠ 6.5” HD+ સ્ક્રીન ધરાવે છે. OZO સ્પેતિયલ ઓડિયો સાથે નોકિયા G20 આધુનિક ક્રિએટર્સ માટે પરફેક્ટ ટૂલ છે, જેમને ટેકનોલોજીના શ્રેષ્ઠ અનુભવની જરૂર છે તથા તેમની રચનાત્મકતા અને શોખને સંતોષવા માટે ઉપયોગની જરૂર છે.

શ્રેષ્ઠ નિર્માણ ક્ષમતા અને નવેસરથી સંશોધિત, સરળ અને સુંદર નોર્ડિક ડિઝાઇન સાથે નોકિયા G20 લાઇવેટ, સ્લિમ-લાઇન, ડ્યુરેબલ કેસિંગ ધરાવે છે, જે બે વિશિષ્ટ કલર – નાઇટ અને ગ્લેશિયરમાં ઉપલબ્ધ થશે. નોકિયાના તમામ હેન્ડસેટ કડક ટેસ્ટિંગમાંથી પસાર થાય છે,

જે તમારા ઝડપી જીવનમાં રોજિંદા વપરાશના ધસારા સામે સારી ટકાઉક્ષમતા ધરાવે છે. નોકિયા G20 પોકેટમાં રાખી શકાય એવો અને સરળતાથી સાથે રાખી શકાય એવો મોબાઇલ હોવાની સાથે એનું 3D નેનો-ટેક્સચર્ડ રિઅર કવર સુનિશ્ચિત કરશે કે આ તમારા હાથમાંથી સરળતાથી સરકી નહીં જાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.