ત્રણ દીકરીઓના પિતા દ્વારા બીમારીથી કંટાળી આપઘાત

Files Photo
રાજકોટ: શહેરના કેનાલ રોડ પર આવેલી દેકીવાડિયા હોસ્પિટલની છત પરથી પટકાતા આધેડનું મોત નિપજ્યું છે. ત્યારે સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં શુક્રવારની રાત્રે દસ વાગ્યા આસપાસ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેનાલ રોડ પર દેકીવાડિયા હોસ્પિટલ ની છત પરથી પટકાતા હોસ્પિટલના કર્મચારી કરપૈયા ભાઈનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક અસરથી ભક્તિનગર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
ઘટના સ્થળ પર દોડી ગયેલી ભક્તિનગર પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો સાથે જ પંચનામાની કાર્યવાહી કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ મળશે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે મૃતક કરપૈયા ભાઈ સાથે ફરજ બજાવતા મહિલા કર્મચારી ઝુબેદા બહેને ન્યુઝ ૧૮ ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મૃતક કરપૈયા ભાઈ ઘણા વર્ષોથી હોસ્પિટલ માં સિક્યુરિટી મેન તરીકે ફરજ બજાવતા હતા.
છેલ્લા ઘણા વર્ષોથી તેમને મોઢાનું કેન્સર થયું હતું તો સાથે જ તેમની માનસિક અવસ્થા પણ યોગ્ય નહોતી. ઘટના સ્થળ પર દોડી ગયેલી ભક્તિનગર પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો સાથે જ પંચનામાની કાર્યવાહી કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ મળશે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.
ત્યારે મૃતક કરપૈયા ભાઈ સાથે ફરજ બજાવતા મહિલા કર્મચારી ઝુબેદા બહેને જણાવ્યું હતું કે, મૃતક કરપૈયા ભાઈ ઘણા વર્ષોથી હોસ્પિટલ માં સિક્યુરિટી મેન તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા ઘણા વર્ષોથી તેમને મોઢાનું કેન્સર થયું હતું તો સાથે જ તેમની માનસિક અવસ્થા પણ યોગ્ય નહોતી.