Western Times News

Gujarati News

ત્રણ પોલીસ સ્ટેશનો હોવા છતાં ચોરીઓનો ભેદ મહિનાઓ બાદ પણ ઉકેલાતા નથી

ઝઘડીયા તાલુકામાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને જનતા ચિંતિત

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડીયા તાલુકામાં ઝઘડીયા ઉમલ્લા અને રાજપારડી એમ ત્રણ સ્થળોએ પોલીસ સ્ટેશનો કાર્યરત છે. ઉપરાંત ઝઘડીયા જીઆઈડીસીમાં તાલુકાનુ ચોથુ પોલીસ સ્ટેશન બનવાની જાહેરાત થઈ છે.

ત્યારે આટલી મોટી સુરક્ષા વ્યવસ્થા ધરાવતા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એકદમ સંગીન હોવી જાેઈએ એને બદલે દિવસે દિવસે તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે.તાલુકાના ઉમલ્લા પોલીસની હદના અછાલિયા ગામે રૂ.૨૫ લાખની મતાની ચોરી થઈ હતી? અને તેનો આઘાત લાગતા ઘરના મોભીનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ.?

આજ ઘટનાના ત્રીજા દિવસે તાલુકાના રાજપારડી પોલીસની હદના પ્રાંકડ ગામે પણ રૂ. ૩ લાખ જેટલી મોટી રકમની ચોરી થઈ હતી.ચોરીની આ બન્ને ઘટનાઓને મહિના વીતી ગયા હોવા છતા બન્ને સ્થળોની ચોરીઓનો ભેદ હજી વણઉકલ્યો રહ્યો છે.

આ ઉપરાંત ઝઘડિયા, તથા જીઆઇડીસી વિસ્તારમાં કંપનીઓમાં ચોરી,વાહનો, ડીઝલ,વાહનોની બેટરી,સિંચાઈ ના સાધનોની ચોરી, તોડફોડના ભેદ ઉકેલવામાં પોલીસ નાકામ રહી છે. ઉમલ્લા રાજપારડી અને ઝઘડીયાની ચોકડીઓ પર સીસી ટીવી કેમેરા હોવા છતા પોલીસ આટલી મોટી ચોરીઓનો ભેદ ઉકેલવામાં હજી નિષ્ફળ રહી છે

એ બતાવે છેકે પોલીસને આ ચોરીઓનો ભેદ ઉકેલવામાં રસ નથી. તાલુકાના રાજપારડી ઉમલ્લા ઝઘડીયા ભાલોદ જેવા મોટા ગામો ઉપરાંત મોટાભાગે દરેક ગામોએ વરલી મટકા ઉપરાંત દેશી વિદેશી દારૂનો વેપલો કરતા બે નંબરીયા ખુલ્લેઆમ જનતાને લુંટીને પાયમાલ કરવાના આ ગોરખ ધંધા કરી રહ્યા હોવાની વ્યાપક લોકચર્ચાઓએ જાેર પકડ્યુ છે.

તાલુકાના મોટાભાગના ગામોમાં વિદેશી દારૂ નુ ધૂમ વેચાણ થાય છે અને પોલીસ બે ચાર લીટર દેશી દારૂ ના કેસો કરી સંતોષ માણી રહી છે પરંતુ લાખોના વિદેશી દારૂ નો સંગ્રહ કરનાર સામે પગલાં ભરવાનું શું ? રાજપારડી ઉમલ્લા અને ઝઘડીયામાં મોટાપાયે વરલી મટકાનું કટિંગ થાય છે.

તાલુકાના ગામડાઓના નાનાપાયે આંકડા લખવાવાળા આ ત્રણ નગરોએ કટિંગ કરવા આવે છે.તાલુકામાં કેટલાક સ્થળોએ શાળાઓની આસપાસ પણ આંકડા લખનારા કાર્યરત હોવાની બુમો ઉઠવા પામી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.