ત્રણ મહિનામાં પેટ્રોલના ભાવ લીટરે ૧૧ રૂપિયા વધ્યા
નવીદિલ્હી, સરકારી ઓઇલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ,ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ વધારો કર્યો નથી પેટ્રોલની કિમતો ૧૫ દિવસમાં ૧.૬ રૂપિયા પ્રતિ લિટર અને ત્રણ મહીનામાં ૧૧ રૂપિયા પ્રતિ લિટરે વધી છે.આ વધારાથી મધ્યમ વર્ગને ભારે પરેશાની થઇ રહી છે.
દિલ્હીમાં મંગળવારે ભાવ ૮૨.૦૮ રૂપિયા પ્રતિ લિટર રહ્યો હતો જયારે મુંબઇમાં ૮૮.૭૩ રૂપિયા થયો હતો ઓગષ્ટમાં ડીઝલની કીંમતો દિલ્હીમાં ૭૩.૫૬ પ્રતિ લીટર રહી અને મુંબઇમાં ૮૦.૧૧ રૂપિયા પ્રતિ લિટર રહી હતી ટેકસમાં ભારે વધારાના કારણે આ કિંમતોમાં ફેરફાર જાેવા મળી રહ્યો છે કોલકતામાં પેટ્રોલના ભાવ ૮૩.૫૭ રૂપિયા પ્રતિ લીટર, ચેન્નાઇમાં ૮૫.૦૪ રૂપિયા પ્રતિલીટર ભાવ છે. જયારે ડીઝલ અનુક્રમે ૭૭.૦૬ અને ૭૮.૮૬ પ્રતિ લીટરે વેચાઇ રહ્યું છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કીમત શું છે તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર આવે છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસાઇઝ ડયુટી ડીલર કમીશન અને અન્ય ચીજાે જોડયા બાદ તેના ભાવ ડબલ થાય છે એ યાદ રહે કે રોજ સવારે ૬ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.HS