ત્રણ વર્ષમાં બિહારને એશિયામાં નંબર વન બનાવીશું: પપ્પુ યાદવ
પટણા, પપ્પુની જન અધિકારી પાર્ટીએ દલિત નેતા ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી બહુજન મુક્તિ પાર્ટી અને સોશલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (એસડીપીઆઇ)ની સાથે મળી પ્રોગ્રેસીવ નેશનલ ડેમોક્રેટિવ અલાયંસ બનાવી સાથે લડવાનો નિર્ણય કર્યો છે પપ્પુ યાદવ ખુદ બિહારની મધેપુર બેઠકથી ચુંટણી લડશે અને પોતાના ગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર છે.
પપ્પુ યાદવે કહ્યું છે કે જાે અમને તક મળશે તો ત્રણ વર્ષમાં બિહારને એશિયામાં નંબર વન બનાવી દઇશું. ગત ૧૪ વર્ષોમાં બિહારની જનતા નીતીશથી ત્રાસી ગઇ છે. બિહારમાં ગત ૩૦ વષ ૧૫ વર્ષ લાલુના અને ૧૫ વર્ષ નીતીશના કાર્યકાળને પછાતપણાનું મુખ્ય કારણ બતાવતા જન અધિકાર પાર્ટીના અધ્યક્ષે કહ્યું કે જયારે બેથી ત્રણ વર્ષ ડીએમ એટલે કે આઇએએસને આપવામાં આવે છે તો આ નેતાઓને ૧૫-૧૫ વર્ષ કેમ.રાજસ્થાન અને યુપીમાં પાંચ વર્ષમાં સરકાર બદલાઇ જાય છે પરંતુ મને સમજમાં નથી આવતું કે બિહારની જનતાની બાબતમાં તે એક જ પરિવારની પાછળ વર્ષોથી પડી રહે છે.
તેમણે કહ્યું કે અમે પાવરમાં આવીશું તો ત્રણ મહીનામાં પુરી રીતે હત્યારા માફિયા સાફ કરીશું કાંતો તે રહેશે કાંતો અમે. પુત્રી બસ કે પલ્બિક ટ્રાંસપોર્ટમાં રાતના ૧૨ વાગે બિહારમાં કયાંય પણ જઇશ શકશે. કેન્સર કિડની તપાસ મફત કરવામાં આવે તેવી હોસ્પિટલ આપીશું વન નેશન વન એજયુકેશન લાગુ થવું જાેઇએ નેતા અને ડીએમના પુત્ર એક ગરીબના પુત્રની સાથે કેમ ભણી ન શકે.
તેમણે બિહારની બદહાલીનું કારણ બતાવતા કહ્યું કે જયાં સુધી વ્યક્તિની જીંદગીમાં પૈસા સુરક્ષિત થશે નહીં ત્યાં સુધી તેમની જીંદગીનો વિકાસ કરી શકે નહીં બિહાર સૌથી ભ્રષ્ટ્રતમ રાજય છે. સવારે જો નિકળશે તો ચિંતા રહેશે કે મારા ખિસ્સામાં પૈસા નથી તે આગળ કહે છે કે ખિસ્સામાં પૈસા થયા બાદ ઇસાનની સૌથી મોટી જરૂરત છે કે તેની અંદર કોઇ પણ રીતનો ડર હોવો જાેઇએ નહીં. પરંતુ બિહારમાં એક પણ વ્યક્તિ નથી જે ડરેલો ન હોય ડરેલો વ્યક્તિ પોતાના વિકાસ કરી શકે નહીં તો સમાજ અને પરિવાર શું બનાવશે બિહાર આરોગ્યચ અને શિક્ષામાં દુનિયામાં સૌથી નીચે છે. રાજયમાં બેરોજગારીથી પલાયન વધ્યુ છે. બિહારના ૧૯ જીલ્લા બહારથી આવનાર મની ઓર્ડર પર નિર્ભર છે.HS