Western Times News

Gujarati News

ત્રણ હાઈસ્પીડ બાઈક પર દારૂની ખેપ : શામળાજી પોલીસે ત્રણ બાઈક પર પોટલામાં ભરેલ ૪૧ હજારથી વધુનો દારૂ ઝડપ્યો

 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી એસપી સંજય ખરાતે જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગ થતી વિદેશી દારૂની હેરાફેરી બંધ કરવા શખ્ત કાર્યવાહીના આદેશના પગલે જીલ્લામાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા વાહનો સતત ઝડપાઇ રહ્યા છે જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો પર ધોંસ વધારતા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારના બુટલેગરો હવે બાઈક અને મોપેડ પર શરાબની ખેપ મારી રહ્યા છે


શામળાજી પોલીસે વસાયા-ઓડ રોડ પર પેટ્રોલીંગ હાથધરતા ત્રણ હાઈસ્પીડ બાઈક પર દારૂની ખેપ મારતા બુટલેગરો પોલીસજીપ જોઈ રોડ પર ત્રણે બાઈક નાખી દઈ ફરાર થઇ જતા પોલીસે ત્રણ બાઈક પર કોથળામાં સંતાડેલ ૪૧ હજારથી વધુનો દારૂ ઝડપી પાડી બુટેગરોને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા

શામળાજી પીએસઆઇ આશીષ પટેલ અને તેમની ટીમે પ્રોહીબીશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલીંગમાં હતી ત્યારે વસાયા ગામના રસ્તા થી ઓડ ગામ બાજુ બે પલ્સર અને સીબીઝેડ બાઈક દારૂની ખેપ મારી રહી હોવાની બાતમી મળતા પોલીસે રોડ પર નાકાબંધી કરતા પોલીસ નાકાબંધી જોઈ ત્રણ બાઈક પર આવી રહેલા બુટલેગરો પોલીસ પકડથી બચવા રોડ પર ત્રણે બાઈકો મૂકી નાસી છૂટતા પોલીસે ત્રણે બાઈક પર કોથળામાં સંતાડેલ વિદેશી દારૂ અને બિયર ટીન-૧૯૪ કીં.રૂ.૪૧૨૦૦/- નો જથ્થો જપ્ત કરી પોલીસે વિદેશી દારૂ,ત્રણ બાઈક મળી રૂ.૯૬ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બાઈક પર દારૂની ખેપ મારી રહેલા અજાણ્યા બુટલેગરો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.