ત્રાલમાં સુરક્ષા દળોએ ૩ આતંકીઓને ઠાર કર્યા
શ્રીનગર, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદનો સફાયો કરવાના અભિયાન હેઠળ સ્થાનિક પોલીસ અને કેન્દ્રિય સુરક્ષા દળની સંયુક્ત ટીમે ત્રાલ ખાતે ત્રણ આતંકીઓનો સફાયો કરી નાંખ્યો હતો. દક્ષિણ કાશ્મીરના અવંતીપોરા જીલ્લાના ત્રાલમાં સુરક્ષા દળ અને સંતાયેલા આતંકીઓ વચ્ચે ભારે સંઘર્ષ થયો હતો. પોલીસ અને સુરક્ષા દળની સંયુક્ત ટીમને વિસ્તારમાં આતંકી છુપાયા હોવાની માહિતી મળી હતી, જે પછી સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ ઓપરેશન દરમિયાન આતંકીઓએ પોલીસ અને સુરક્ષા દળની સંયુક્ત ટુકડી પર ગોળીબીર કરી હતી.
જે પછી સંઘર્ષ દરમિયાન ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. જાેકે પોલીસ કે સુરક્ષા દળ દ્વારા માર્યા ગયેલા આતંકીઓની ઓળખ જાહેર કરાઇ ન હતી.
માહિતી મુજબ આ વિસ્તારમાં સંયુક્ત ટીમ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. આ પહેલા રાઝોરીમાં એક ધાર્મિક સ્થળની દિવાલ પાસે ભેદી વિસફોટ થયો હતો. જેની સેના અને પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.SSS