ત્રાલસા વિભાગ પાટીદાર સમાજ આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કારેલા ગામની ટીમનો વિજય
ભરૂચ: ત્રાલસા વિભાગ પાટીદાર સમાજ તથા યુનિટી ગૃપ ના સયુંકત નેતૃત્વ હેઠળ પાદરિયા મુકામે યુનિટી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ૯-૯ રવિવાર થી ચાલતી આ ટુર્નામેન્ટમાં સમાજની ૨૬ ટીમોએ ભાગ લીધો હતો.જેની સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ ૫-૧-૨૦૨૦ ને રવિવારે રમાઈ હતી.
જેમાં કારેલા ગામની ટીમનો વિજય થયો હતો. જ્યારે રહાડ ગામની ટીમ રનર અપ થઈ હતી.આ ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ વિથ બેટ માટે દીપ પટેલ રહાડ તથા પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ વિથ બોલ માટે ચિરાગ પટેલ કારેલાને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ ટુર્નામેન્ટ દરમિયાન નિર્ણાયક ભૂમિકામાં ધર્મ નંદન પટેલ સમિત પટેલ તથા અલ્પેશ પટેલે સેવા આપી હતી.