ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે પાકને છેલ્લી તક
વોશિગ્ટન : ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગને રોકવા માટે એક્શન પ્લાનને પૂર્ણ કરવા માટે પાકિસ્તાનને હવે છેલ્લી મહેતલ આપી દેવામાં આવી છે. પાકિસ્તાન જા હવે તેને આપવામાં આવેલી ઓક્ટોબર સુધીની મહેતલ સુધી કાર્યવાહી નહી કરે તો તેની સામે વધારે કઠોર પગલા લેવામાં આવશે. જા પાકિસ્તાન તેમા સફળ રહેશે નહીં તો આંતરરાષ્ટ્રીય ત્રાસવાદ પર નજર રાખનાર સંસ્થા ફાયનાÂન્સયલ એક્શન ટાસ્ક ફોર્સ તેને ડાઉનગ્રેડ કરીને બ્લેકલિસ્ટમાં મુકી દેશે.
અત્રે નોંધનીય છે કે શુક્રવારના દિવસે એફએટીએફની બેઠક યોજાઇ હતી. ફાયનાÂન્સયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક યોજાઇ હતી. જેમાં તમામ પાસા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સંસ્થાએ સાફ શબ્દોમાં કહ્યુ છે કે જા પાકિસ્તાન ટેરર ફંડિંગ પર પોતાના એક્શન પ્લાનને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહે છે..
તો તેની સામે કાર્યવાહી કરવામાં આવનાર છે. ફ્લોરિડાના ઓરલેન્ડોમાં આયોજિત કરવામાં આવેલી બેઠકમાં પાકિસ્તાનના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. પાકિસ્તાન છેલ્લા એક વર્ષથી એફએટીફની ગ્રે લિસ્ટમાં છે. પાકિસ્તાન સામે જારદાર કાર્યવાહી કરવાના સંકેત પણ મળી રહ્યા છે.
હાલમાં અમેરિકાએ પણ તેના પર દબાણ વધારી દીધુ છે. ભારતની કાર્યવાહીથી પણ તે પરેશાન છે. એક્શન પ્લાનમાં જુદા જુદા આતંકવાદી સંગઠનોના નાણાંના પ્રવાહને રોકવા માટે પગલા લેવા માટે પાકિસ્તાનને કહેવામાં આવ્યું છે કે જા પાકિસ્તાન સમયસર કાર્યવાહી નહીં કરે તો પાકિસ્તાનને હવે વધુ તક આપવામાં આવશે નહીં અને તેને બ્લેક લિસ્ટમાં મુકી દેવામાં આવશે. હાલમાં યોજાયેલી બેઠકમાં આ પાસા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. પાકિસ્તાન ફેબ્રુઆરી મહિના બાદથી અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પાકિસ્તાનની હાલત વૈશ્વિક વિસ્તાર પર ખુલી પડી ગઈ છે.