ત્રિપલ “પી”ના મંત્રથી અરવલ્લીની આદિવાસી બહેનો બની આત્મનિર્ભર
ઓર્ગેનિક આદુ અને હળદરની ખેતીથી આદિવાસી બહેનો મહિને પાંચ હજારથી વધુ કમાણી કરે છે
વાત છે અરવલ્લીની આદિવાસી બહેનોને કે જે જમીનના નાના ટુકડાઓમાં દેશી (આર્ગેનિક) હળદર અને દેશી આદુની ખેતી કરીને આર્થિક રીતે પગભર બની છે અગાઉ ખેતરમાં હળદર અને આદુની ખેતી કરીને છુટક બજારમાં વેચાણ કરીને પૈસા મેળવી લેતી હતી પરંતુ ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ સખી મંડળનું નિર્માણ કરીને લોકલ બ્રાન્ડને બેસ્ટ સેલિંગ બ્રાન્ડ બનાવી છે. અરવલ્લીના ભિલોડા અને મેઘરજ તાલુકાના બહુધા આદિજાતિ વસતી ધરાવતી બહેનો પહેલા ધાન્યપાક અને ઘાસચારનું વાવેતર કરી પશુપાલન પર નિર્ભર રહેતી હતી. પરંતુ સખીમંડળ દ્વારા બહેનોને બજારમાં માંગ વધારે હોય તેવી ઔષધિય પાકનું વાવેતર શરૂ કર્યુ જેમાં આર્ગેનિક હળદર મુખ્ય પાક છે.
અહિની બહેનો દ્વારા પકાવવામાં આવતી લીલી હળદર ૫૦ રૂપિયે કિલોનો ભાવ હોય તો પણ તરત જ બજારમાં વેચાય જાય છે પરંતુ તે સિવાય વધતી હળદરને જાતે પ્રોસેસિંગ કરીને પ્રોડક્ટને બજારમાં રૂ. ૨૫૦ના કિલોના ભાવે વેચાણ અર્થે મુકે છે. તેની માંગ પણ વધારે રહે છે. આ અંગે વાત કરતા લુસડીયા ગામની સખીમંડળની પ્રમુખ તારાબેન સુવેરા જણાવે છે કે અગાઉ અમે હળદરને બજારમાં ખુલ્લી વેચાણ કરી દેતા હતા જે પૈસા આવે તે ઘરખર્ચમાં વપરાશમાં ઉપયોગ કરતા પરંતુ અમે સખીમંડળમાં જોડાતા લીલી હળદર તેમજ સૂકી હળદરને પ્રોસેસિંગ કરી વેચતા બજારમાં ભાવ પણ ઉંચો મળવા લાગ્યો તેમજ જે આવક મળે તેમાંથી અમારા બચતખાતામાં પણ પૈસાનો વધારો થયો.
આ અંગે વધુ વાત કરતા બહેનો કહે છે કે, અમે આદિજાતિ વિભાગની યોજનાથી અમે ગરમ મસાલા પ્રોસેસિંગ અને પેકેજીંગનું મશીન પણ વસાવી જાતે જ પેકિંગ કરીએ છીએ જેથી અહિના સખી મંડળના દ્વારા બનાવવામાં આવેલ હળદરના બ્રાન્ડની માંગ વધારે રહે છે. આત્મનિર્ભર બનેલી તારાબેનના સખીમંડળની બહેનો કહે છે. અંદાજે એક હેકટર જમીનમાં આદુ અને હળદરની ખેતી કરી લગભગ ૨૦૦થી વધુ પરીવારો આજીવિકા ચાલે છે.જેમાં પાંચથી વધારે સખીમંડળની ૭૦થી વધુ બહેનો જોડાયેલી છે. જેઓ મહિને રૂ. ૧૦ હજાર અને શિયાળાના ચારમાસના ગાળામાં રૂ. ૫૦ હજારથી વધારે કમાણી કરી લઇએ છીએ.
તેઓ અહિના આદુની માંગ પણ એટલી રહેતી હોય તેઓ હવે આદુની પેસ્ટ બનાવી બજારમાં વેચાણ અર્થે મુક્યુ છે તેની માંગ પણ વધતા હવે અમે આસપાસના વિસ્તારમાં નાના પાયે આદુની ખેતી કરતા ખેડૂતો પાસેથી આદુનુ કલેકશન કરી તેનું પ્રોસેસિગ કરી બજારમાં વેચાણ કરીએ છીએ જેનાથી ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળી રહે છે અને સખીમંડળની બહેનોને પણ ફાયદો થાય છે.
આર્ગેનિક ખેતીથી આત્મનિર્ભર બનેલી આદિવાસી બહેનોઓએ લોકલ બ્રાન્ડને બેસ્ટ સેલિંગ બ્રાન્ડ બનાવી છે