ત્રિપુરામાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનો કહેર, અત્યારસુધી ૬૦ ટકા કેસ મળ્યા
તિરૂવનંતપુરમ: પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં અત્યંત સંક્રમણ કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ૬૦ ટકા કેસ નોંધાયા છે. રાજ્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે નમૂનાની જિનોમ સિક્વિન્સીંગના માધ્યમથી ડેલ્ટા પ્લસ ટાઇપ કોરોના વાયરસના આ કેસ વિશે જાણવા મળ્યું છે. ઉત્તરપૂર્વમાં કોવિડ-૧૯ નો જીવલેણ અને અત્યંત સંક્રમણ ડેલ્ટા વેરિઅન્ટનો આ પહેલો કેસ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે “ત્રિપુરાએ પશ્ચિમ બંગાળમાં જીનોમ સિક્વેસિંગ માટે ૧૫૧ આરટી-પીસીઆર સેમ્પલ મોકલ્યા હતા. તેમાંથી ૯૦થી વધારે સેમ્પલ્સ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ માટે પોઝિટિવ મળી આવ્યા છે”. તેમણે કહ્યું કે, આ ચિંતાનો વિષય છે. આ પેહલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ૩૫ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ૧૭૪ જિલ્લામાં એસએઆરએસ કોવી-૨ કોરોના વાયરસના ‘ચિંતાના પ્રકાર’ મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, તેમાંથી સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાંથી છે.
એક દિવસ પછી, યુપીએ કહ્યું કે કોરોનાનું ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ૧૦૭ નમૂનામાં મળી આવ્યું છે. દરમિયાન, યુરોપમાં કોરોનાના કપ્પા વેરિઅન્ટના બે કેસ પણ મળી આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડેલ્ટા પ્લસ કોવિડ -૧૯ વેરિઅન્ટ ભારતમાં મહામારીના ત્રીજા તરંગ માટે જવાબદાર હોઈ શકે છે. ડેલ્ટા વેરિઅન્ટ દેશમાં કોરોનાની બીજી તરંગ માટે જવાબદાર હોવાનું કહેવામાં આવે છે.
ડેલ્ટા પ્લસ તરીકે ઓળખાતા વાયરસનો પ્રકાર બી.૧.૬૧૭.૨.૧(એ રૂ.૧) વધારાના મ્યુટન્ટ સાથેનો એક પ્રકાર છે. મહારાષ્ટ્રમાં સૌ પ્રથમ તેની જાણ કરવામાં આવી હતી અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં તેના કિસ્સાઓમાં અભૂતપૂર્વ વધારો જાેવા મળ્યો હતો. બાદમાં આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતીમાં કહેવામાં આવ્યું કે હવે તે ભારતના ઘણા રાજ્યોમાં મળી આવ્યું છે.
એઈમ્સના ડૉક્ટર શુભદીપ કર્માકરે જણાવ્યું હતું કે, ડેલ્ટા પ્લસમાં વધારાનો કે૪૧૭ એન મ્યુટન્ટ છે, જે ડેલ્ટા (મ્.૧.૬૧૭.૨)ને ડેલ્ટા પ્લસમાં ફેરવે છે. આ મ્યુટેન્ટ વધુ ચેપી છે. તે આલ્ફા સંસ્કરણ કરતા ૩૫-૬૦% વધુ ચેપી છે, તેવી અટકળો ચાલતી હોવાનું તેમનું કહેવું છે. જાેકે, ભારતમાં તેની સંખ્યા ઓછી છે. હજુ ચિંતાજનક નથી. સંક્રમણના કેસ ઓછા છે. હાલ રસી આ વેરિયન્ટ પર કેટલી અસરકારક છે તેવું વિજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. જાેકે, યુ.એસ.ના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટરે વાતચીતમાં જણાવ્યું હતું કે, આ રસી પણ વેરિયન્ટ અસરકારક સાબિત થઈ શકે છે.