ત્રિભુવનદાસ ફાઉન્ડેશન કપડવંજ ના ઉપક્રમે આનંદ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું
ત્રિભુવનદાસ ફાઉન્ડેશન કપડવંજ તથા બાલાસિનોર અને ઠાસરાના પેટા કેન્દ્રો ના સંયુક્ત ઉપક્રમે પરીખ પેટ્રોલ પંપના સંકુલમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ૩૬ કાઉન્ટર દ્વારા લોકોને વિવિધ વાનગીઓ તેમ જ ઉપયોગી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું સદર આનંદ મેળાનું ઉદ્ઘાટન અમુલ આણંદના સેલ્સ અગ્રણી પ્રીતિ બેન શુક્લ તેમજ કપડવંજના જાહેર જીવનના અગ્રણી ડૉ હરીશ એચ કુંડલીયા તથા શ્રી વી.એસ. ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ભુપેન્દ્રભાઈ દોશી એ કર્યું હતું.
સદર કેમ્પમાં ભારત વિકાસ પરિષદ શ્રી વી.એસ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લઇ સફળ બનાવ્યો હતો ત્રિભુવન ફાઉન્ડેશન કાર્યાલયન સચિવ દિલેશ પટેલ ના જણાવ્યા અનુસાર મુખ્યત્વે ગ્રામીણ જનતા ૬૫૦ લાભાર્થીઓએ મેળાની મુલાકાત લીધી હતી વિવિધ સહકારી મંડળીઓ તેમજ દૂધ મંડળીઓ દ્વારા આ આનંદ મેળામાં સહયોગ આપ્યો હતો