ત્રિશલા જંગલમાં બિકીની પહેરી ડાયનોસોર શોધવા નીકળી ?
મુંબઈ: સંજય દત્ત બોલીવુડનું એક એવું નામ કે જે કોઈ પરિચયનું મહોતાઝ નથી. સંજય દત્તે પોતાના જીવનમાં અનેક યુવતીઓ સાથે લફરાં કર્યાં. તેના પર ફિલ્મ પણ બનાવવામાં આવી. પહેલાંથી સંજય દત્ત હંમેશા પોતાની મનમાની કરતો આવ્યો છે. એના મનમાં જે આવ્યું આજ દિન સુધી તેણે એજ કામ કર્યું છે. હવે સંજયદત્તની આ બધી જ હરકતો તેની પુત્રમાં જાેવા મળી રહી છે. અરે, એટલું જ નહીં સંજુબાબાની લાડલી તો તેના બાપા કરતા પણ સવાઈ છે. હંમેશા તે સોશલ મીડિયામાં કોઈકને કોઈક કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. સંજય દત્તની લાડલી પુત્રી ત્રિશલા દત્ત ફિલ્મ ઈન્ડસ્ટ્રીતી ભલે દૂર હોય,
પરંતુ કોઈને કોઈ રીતે તે ચર્ચામાં આવી જાય છે. તે કોઈ બોલીવુડની અભિનેત્રી નથી, પરંતુ તે કોઈ સેલિબ્રિટીથી પણ કમ નથી. ત્રિશલા આ દિવસોમાં હવાઈ આઈલેન્ડમાં છે. અને પોતાની રજાઓ માણી રહી છે. તે સોશિયલ મીડિયામાં સતત પોતાની સુંદર તસ્વીરો શેર કરતી રહે છે.
સોશિયલ મીડિયામાં પોતાના ફોટોઝ અપલોડ કરતાની સાથે જ વાયરલ થઈ ગયા. ફેન ફોલોઈંગની વાત કરવામાં આવે તો ત્રિશલાના ચાહકો પણ તેના ફોટોઝ જાેવા માટે આતુર રહે છે. હાલમાં જ ત્રિશલા પોતાની એક ફોટો શેર કરી હતી જેમાં તે બિકીની પહેરી પ્રકૃતિનો આનંદ માણતી જાેવા મળી હતી. ફોટામાં જાેઈ શકાય છે કે ત્રિશલા એકદમ શાંત પ્રાકૃતિક માહોલનો આનંદ માણી રહી છે. તસ્વીરના કેપ્શનમાં લખ્યું છે કે તમને ૬૬ મિલિયન વર્ષ પહેલા લઈને જઈ રહી છું, ડાયનોસોરની ખોજમાં છું. મહત્વનું છે કે ત્રિશલા અમેરિકામાં રહે છે અને તે એક સાઈકોથેરેપિસ્ટ છે. આપને જણાવી દઈએ કે ત્રિશલા દત્તે ૨૦૧૪માં પોતાની પહેલી ડ્રીમ ટ્રેસેઝ હેર એક્સટેન્શન લાઈન શરૂ કરી હતી. તે ન્યુયોર્કમાં જાેન જે કોલેજ ઓફ ક્રિમિનલ જસ્ટિસથી લોમાં ગ્રેજ્યુએશન કરી ચુકી છે.