ત્રીજાે કે ચોથો મોરચો ભાજપને પડકાર ફેંકી શકે તેમ નથી : પ્રશાંત કિશોર
નવીદિલ્હી: શરદ પવારના ઘરે આજે ત્રીજા મોરચાના નેતાઓની બેઠક યોજાઇ હતી તો બીજીબાજુ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું કે તેમને એ વાતનો વિશ્વાસ નથી કે ત્રીજાે કે ચોથો મોરચો ભાજપને પડકારી શકે છ
તાજેતરના દિવસોમાં શરદ પવાર સાથે પ્રશાંત કિશોરની બે બેઠક બાદ શરદ પવારની આગેવાની હેઠળ ત્રીજા મોરચાના નેતાઓ એક થઈ રહ્યા હોવાની ચર્ચા છે. એક ઇન્ટરવ્યુમાં પ્રશાંત કિશોરે કહ્યું કે હું ત્રીજા કે ચોથા મોરચામાં વિશ્વાસ કરતો નથી કે આ મોરચો ભાજપને પડકારશે. પીકે માને છે કે ત્રીજા મોરચાનું મોડેલ જૂનું છે અને તે આજની રાજકીય પરિસ્થિતિ સાથે બંધ બેસતું નથી.
શરદ પવાર સાથેની તેમની તાજેતરની બેઠક બાદ જ ચર્ચાએ વેગ પકડ્યો કે ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે વિરોધી પક્ષોને એક કરવાનું શરૂ કરી દીધું છે. આ અંગે પ્રશાંત કિશોરનું કહેવું છે કે એવી કોઈ વાત નથી. એક બીજાને વધુ સારી રીતે ઓળખવા એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત થઇ. ભૂતકાળમાં અમે ક્યારેય સાથે મળી કામ કર્યું નથી.
બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જીની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનારા પ્રશાંત કિશોરે કહ્યું કે બંગાળની જીતથી તમામ વિપક્ષી પાર્ટીઓને સંદેશો મળ્યો કે તેઓ પણ ભાજપ સમક્ષ ઉભા રહીને પડકાર ફેંકીશકે છે. ત્રીજા મોરચા અંગે પ્રશાંત કિશોરના નિવેદનને શરદ પવારની બેઠક બાદ શરૂ થયેલી ચર્ચાને સમાપ્ત કરવાના પ્રયાસ તરીકે જાેઇ શકાય છે.