Western Times News

Gujarati News

ત્રીજા નોરતા સુધીમાં રોડ પરના ખાડા પુરાશે

File

અમદાવાદ, એએમસી દ્વારા શહેરમાં અત્યાર સુધીમાં ૧પ,૮૦૦ જેટલા ખાડા પૂરી દેવામાં આવ્યા છે અને ત્રીજા નોરતા સુધીમાં રસ્તા પરના તમામ ખાડા પૂરવા માટે તંત્રને સુચના આપવામાં આવી છે. અને રૂા.૧૭૧ કરોડના ખર્ચે રસ્તા રીસરફેસની કામગીરી દશેરાથી હાથ ધરાશે અને એપ્રિલ, ર૦રર સુધીમાં રોડ રીસરફેસની કામગીરી પુરી કરાશે.

આમ, કરોડોના ખર્ચે તૈયાર થયેલા અને એક-બે ઈંચ વરસાદમાં ઠેરઠેર પડેલા ખાડા પૂરવા માટે કરોડોનો વધારાનો ખર્ચ કરવો પડશે. આમ રસ્તા પરના ખાડા પુરવા ખાતર પાછળ દિવેલ’ સમાન બનશે..

શહેરના બિસ્માર રસ્તા અને સંખ્યાબંધ ખાડા અંગે વારંવાર કરાતી ફરીયાદોને ધ્યાનમાં લઈને સ્ટેન્ડીગ ચેરમેન હિતેશ બારોટે તાકીદની બેઠક બોલાવીને તમામ ખાડા પુરવા મ્યુનિ. અધિકારીઓને સુચના આપી હતી. રોડ એન્ડ બિલ્ડીગ કમીટી ચેરમેનના ઝોન એન વિસ્તારમાં જ રસ્તા પર સૌથી વધુ ખાડા પડયા છે.

એક-બે ઈંચ વરસાદમાં જ ધોવાઈ ગયેલા રસ્તા અને ઠેરઠેર પડેલા ખાડાની ગંભીર નોંધ લેવામાં આવી હતી અને રસ્તા પરના તમામ ખાડા પુરવા અધિકારીઓને તાકીદ કરાઈ હતી. મ્યુનિ. દ્વારા ૧પ.૮૦૦ ખાડા પુરવામાં આવ્યા હોવાનો અને હવે ફકત ર૧૪ ખાડા બાકી હોવાનો દાવો કરાયો છે. મ્યુનિ. અધિકારીઓએ ગણતરી કરેલા અને દર્શાવેલા ખાડાની સરખામણીએ ખાડાની સંખ્યા વધુ હોવાનું માનવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.