ત્રીજી ટેસ્ટમાં વિજય સાથે ઓસી.નો એશિઝ પર કબજો

મેલબોર્ન, એશિઝ સિરિઝની ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ ૬૮ રન પર શરમજનક રીતે ઓલ આઉટ થઈ ગયા બાદ ઓસ્ટ્રેલિયાએ સિરિઝ પર ૩-૦થી કબ્જાે જમાવ્યો છે. મેલબોર્નમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ પહેલાની બે ટેસ્ટ પણ ઓસ્ટ્રેલિયા જીતી ચુકયુ હતુ.
ત્રીજી ટેસ્ટમાં પણ ઈંગ્લેન્ડનો શરમજનક દેખાવ યથાવત રહ્યો હતો.બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની આખી ટીમ ૬૮ રન પર તંબુભેગી થઈ જતા ઓસ્ટ્રેલિયાએ ૧ ઈનિંગ અને ૧૪ રનથી વિજય મેળવ્યો હતો.આ સાથે જ હવે પાંચ ટેસ્ટની સિરિઝ પર ઓસ્ટ્રેલિયાએ કબ્જાે જમાવી દીધો છે.
બાકીની બે ટેસ્ટ મેચના પરિણામની સિરિઝ પર કોઈ અસર નહીં થાય. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં ૧૮૫ રન પર ઈઁગ્લેન્ડને ઓલ આઉટ કરી દીધુ હતુ.ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં ૨૬૭ રન કર્યા હતા.આમ ઓસ્ટ્રેલિયાને મહત્વની લીડ મળી હતી.
બીજી ઈનિંગમાં જાેકે ઈંગ્લેન્ડના બેટસમેનોનુ કંગાળ ફોર્મ યથાવત રહ્યુ હતુ.ઓસ્ટ્રેલિયન બોલર સ્કોટ બોલેન્ડે પોતાની પહેલી જ ટેસ્ટમાં બીજી ઈનિંગમાં ૬ વિકેટ લઈને ઈંગ્લેન્ડની કમર તોડી નાંખી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ ૩૪મી વખત એશિઝ સિરિઝ જીતી છે.ઓસ્ટ્રેલિયા હવે ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પણ પહેલા સ્થાને છે.SSS