Western Times News

Gujarati News

ત્રીજી લહેરને લઈને SVP હોસ્પિટલમાં ૩૫૦ બેડનો વધારો

અમદાવાદ, કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેર માટે અત્યારથી અમદાવાદ મહાનગર પાલિકાનું તંત્ર સજ્જ બન્યું છે. હૉસ્પિટલ હોય કે પછી સ્માશન ગૃહ, અત્યારથી જ એડવાન્સ તૈયારીઓ ચાલી રહી છે. સંભવિત ત્રીજી લહેરને પહોંચી શકાય તે માટે એસવીપી હૉસ્પિટલમાં બેડ વધારવાની અને સીએનજી સ્માશન ગૃહ મેઇન્ટન્સ કરવા કામો મંજૂર કરાયા છે. આ મામલે એએમસી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેન મહાદેવભાઇ દેસાઇ જણાવ્યુ હતુ કે, અમદાવાદ શહેરમાં કોર્પોરેશન સંચાલિત એસ વી પી હૉસ્પિટલમાં વધુ ૩૫૦ ઑક્સિન સાથે બેડ ઊભા કરવા ર્નિણય કરાયો છે. અમદાવાદ મહાનગર પાલિકા રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી બેઠક મળી હતી. જેમા અમદાવાદ શહેરમાં કોરોની સંભવિત ત્રીજી લહેર માટે એસ.વી.પી. હૉસ્પિટલમાં ઓક્સિન બેડ વધારવા માટે કરોડોનાં કામ મંજૂર કરાયા છે.

કોરોના પ્રથમ અને બીજા વેવમા એસ.વી. પી. હોસ્પિટલ સંપૂર્ણ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. ફરી એકવાર એસ.વી.પી. હોસ્પિટલમા વ્યવસ્થા ઊભી કરવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચેરમેન દેસાઇએ વધુમાં જણાવ્યુ હતુ કે, હૉસ્પિટલ સાથે એએમસી દ્વારા સ્માશન ગૃહ પણ મેઇન્ટેન્સ કરવા ર્નિણય કર્યો છે.

અમદાવાદ શહેરમાં આવેલા ૨૩ સીએનજી ભઠ્ઠી સ્માશન ગૃહ મેઇન્ટશન પાછળ સાડા ચાર કરોડનો ખર્ચ કરાશે. પહેલા અને બીજી લહેરમાંથી એએમસી ઘણું શીખી રહી છે. તે અંતર્ગત હવે એએસમી સંભવિત ત્રીજી લહેર માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી છે. બીજી તરફ અમદાવાદ મહાનગર પાલિકના વોટર કમિટીની બેઠક મળી હતી.

એએમસી વોટર કમિટીના ચેરમેન જંતિનભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, શહેરમાં વારંવાર ડ્રેનેજ ઢાંકણા તૂટવા અંગે મહત્ત્વપૂર્ણ ર્નિણય કરાયો છે. હવેથી રસ્તા પર ૫ ટન વજન સહન કરી શકે તેવા ઢાંકણાનો ઉપયોગ બંધ કરાશે. હવે ફક્ત ૧૦, ૧૫, ૨૦, અને ૪૦ ટન વજન સહી શકે એવા ઢાંકણા મૂકાશે. સોમવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૪ કેસ નોંધાયા છે. જેની સામે ૨૫ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૭૯ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. અત્યારસુધીમાં ૪,૩૧,૬૮,૪૯૭ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૫,૦૧,૮૪૫ વ્યક્તિઓનું રસીકરણ થયું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.