Western Times News

Gujarati News

ત્રીજી સબમરિન INS ચાર માસમાં નૌસેનામાં સામેલ થશે

નવી દિલ્હી, ભારતમાં બની રહેલી કલવરી ક્લાસની ત્રીજી સબમરીન આઈએનએસ કરંજના ચારથી પાંચ મહિનામાં નૌસેનામાં સામેલ થશે. કરંજને ૨૦૧૮માં સમુદ્રના પરીક્ષણો માટે મોકલવામાં આવી હતી. તેનાં પરીક્ષણો સફળ થયાં છે. આ ક્લાસની ચોથી સબમરીન આઈએનએસ વેલા પણ આગામી વર્ષના અંત સુધી નૌસેનામાં સામેલ થઈ જશે. કલવરી ક્લાસની પહેલી બે સબમરીન કલવરી અને ખંડેરી પહેલા જ નૌસેનામાં સામેલ થઈ ચૂકી છે. કલવરી ક્લાસની કુલ છ સબમરીનનું નિર્માણ મુંબઈના મઝગાંવ ડૉક લિમિટેડમાં કરવામાં આવી રહ્યુ છે. આ સબમરીન સમુદ્રમાં પચાસ દિવસ સુધી રહી શકે છે અને એકવારમાં ૧૨,૦૦૦ કિમી સુધીની યાત્રા કરી શકે છે. જેમાં ૮ ઓફિસર અને ૩૫ નૌસૈનિક કામ કરે છે અને આ સમુદ્રની અંદર ૩૫૦ મીટર સુધી ડાઈવ લગાવી શકે છે.

કલવરી ક્લાસની સબમરીન સમુદ્રની અંદર ૩૭ કિમી પ્રતિ કલાકની ગતિથી ચાલી શકે છે. જેમાં સમુદ્રની અંદર કોઈ સબમરીન અથવા સમુદ્રની સપાટી પર કોઈ જહાજને તબાહ કરવા માટે ટોરપિડો હોય છે. આ સિવાય, આ સમુદ્રમાં લેન્ડમાઇન્સ પણ બિછાવી શકે છે. નૌસેનાએ ૧૯૯૭માં સબમરીન બેડાને તાકાતવર બનાવવા માટે એક મોટી યોજના બનાવી હતી. આ અંતર્ગત ૨૦૨૪ સુધી નવી ૨૪ સબમરીન બનાવવાની યોજના હતી પરંતુ આ યોજના હજુ સુધી સમયથી પાછળ ચાલી રહી છે. કલવરી ક્લાસ એટલે પ્રોજેક્ટ ૭૫ હેઠળ પહેલી સબમરીન ૨૦૧૭માં નૌસેનામાં સામેલ થઈ છે. આ પ્રોજેક્ટના હજુ ૨૦૨૨ સુધી પૂરી થવાની સંભાવના છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.