ત્રીસ વર્ષથી જામીન મુક્ત થઈને નાસતો ફરતો આરોપી આખરે ઝડપાઈ ગયો
પાલનપુર, બનાસકાંઠા પોલીસ અધિક્ષક તરુણકુમાર દુગ્ગલ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના આપવામાં આવી હતી જેથી એસઓજીના પી.આઈ. ડી.આર. ગઢવી પીએસઆઈ એમ.કે.ઝાલા ના માર્ગદર્શન મુજબ એ.એસ.આઈ. સિકન્દરખાન, ઘેમરભાઈ વનરાજસિંહ, વિનોદભાઈ અલ્પેશકુમાર સહીતનો સ્ટાફ પાલનપુર તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં એસ.ઓ.જી. લગત પેટ્રોલીગમાં હતા.
દરમિયાન ઘેરભાઈને મળેલ ખાનગી હકીકત આધારે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ત્રીસ (૩૦) વર્ષથી જામીન મુકત થઈ નામદાર કોર્ટમાં હાજર નહી રહી નાસતા ફરતા આરોપી પરાગજી મોતીજી કોળી રહે. હસનપુર તા.પાલનપુર સોમવારના રોજ રામપુર વડલા ગામની સીમ મુકામે ફરે છે
જેથી એસઓજી પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી કરવા નામદાર કોર્ટમાં સોંપવામાં આવેલ છે.