Western Times News

Gujarati News

થનારા દાદીમા નીતૂ કપૂરે લંડનમાં ઉજવ્યો બર્થ ડે

મુંબઈ, બોલિવુડ અભિનેત્રી નીતૂ કપૂર આજે એટલે કે ૮ જુલાઈએ પોતાનો ૬૪મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. નીતૂ કપૂરના બર્થ ડે પર તેમની ‘વહુરાણી’ આલિયાએ ખાસ તસવીર શેર કરીને શુભકામના આપી છે. આલિયાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરેલો ફોટો તેની પીઠીની વિધિનો છે. આ ફોટો શેર કરવાની સાથે આલિયા ભટ્ટે થનારા ‘દાદીમા’ માટે ખાસ મેસેજ પણ લખ્યો છે.

નીતૂ કપૂરના બર્થ ડે પર આલિયાએ પીઠીનો સુંદર ફોટો શેર કર્યો છે. જેમાં નીતૂ આલિયાના માથા પર પ્રેમથી ચુંબન કરતાં જાેવા મળે છે. નીતૂનાં હાથમાં મીઠાઈની થાળી છે અને આલિયાના ગાલ પર પીઠી અને હાથમાં મહેંદી જાેવા મળી રહી છે. આલિયાએ આ ફોટો શેર કરતાં લખ્યું, “સૌથી પ્રેમાળ દિલ ધરાવતાં મારા સાસુ, ફ્રેન્ડ, થનારા દાદીમાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. તમને ખૂબ પ્રેમ કરું છું.”

નીતૂ કપૂરે પણ આલિયાની શુભેચ્છા પર આભાર માનતાં લખ્યું, “તને ખૂબ પ્રેમ કરું છું. ઉલ્લેખનીય છે કે, નીતૂ કપૂર હાલ લંડનમાં છે. અહીં કપૂર ખાનદાનના કેટલાય સભ્યો વેકેશન માણી રહ્યા છે.Grandmother Neetu Kapoor celebrated her birthday in London

નીતૂ કપૂરે લંડનમાં દીકરી રિદ્ધિમા, જમાઈ ભરત સહાની, નણંદ રીમા જૈન, ભાણી નિતાશા નંદા, મનીષ મલ્હોત્રા સહિતના પરિવારજનો અને મિત્રો સાથે કેક કાપીને બર્થ ડેની ઉજવણી કરી હતી. રિદ્ધિમાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બર્થ ડે સેલિબ્રેશનની ઝલક બતાવતો વિડીયો શેર કર્યો હતો. નીતૂ કપૂરના બર્થ ડે પર સ્વાદિષ્ટ દેખાતી કેક ઉપરાંત બલૂન્સ લાવવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)

નીતૂ કપૂરની દીકરી રિદ્ધિમાએ પણ મમ્મીને શુભકામના આપતી પોસ્ટ શેર કરી છે. તેમની સાથે ફોટો શેર કરતાં રિદ્ધિમાએ લખ્યું, હેપીએસ્ટ બર્થ ડે લાઈફલાઈન. તમને હંમેશા પ્રેમ કરીશ. વર્કફ્રંટની વાત કરીએ તો, નીતૂ કપૂર હાલમાં જ ફિલ્મ ‘જુગ જુગ જિયો’માં જાેવા મળ્યા હતા.

તેમની આ કમબેક ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સનો સારો પ્રતિસાદ મળ્યો છે. આલિયાની વાત કરીએ તો, તે પતિ રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જાેવા મળશે. આ સિવાય તેની પાસે ‘ડાર્લિંગ્સ’, ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’ અને હોલિવુડ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન્સ’ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.