Western Times News

Gujarati News

થરા નગરપાલિકામાં ભાજપનો ૨૦ બેઠક પર વિજય, કોંગ્રેસને ૪ બેઠકો

પાલનપુર, થરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ૨૪ માંથી ૨૦ બેઠકો ઉપર વિજય મેળવતા થરા પાલિકા ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કોંગ્રેસને ફક્ત ૪ બેઠકો જ મળતાં કોંગ્રેસની કારમી હાર થઈ છે.

થરા નગરપાલિકાના ૫ વોર્ડની ચૂંટણીની મત ગણતરી આજે કાંકરેંજ મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવી હતી જેમાં વોર્ડ નંબર ૧, ૨, ૪, ૫ માં ભાજપના તમામ ઉમેદવારોનો વિજય થયો હતો.

જાેકે વોર્ડ નંબર ૩ ના ભાજપના ૪ સભ્યો પહેલેથી જ બિનહરીફ થતાં ભાજપે ૨૦ બેઠકો ઉપર કબજાે મેળવ્યો હતો. તો સામે પક્ષે કોંગ્રેસના ૪ ઉમેદવારો વોર્ડ નંબર ૬માં વિજેતા થયા હતા. જાેકે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.

પાલિકાની ચૂંટણીમાં ૨૪ માંથી ૨૦ સીટો ઉપર ભાજપનો વિજય થતાં થરા પાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા ભાજપના વિજેતા ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ખુશી જાેવા મળી હતી ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને જીતની ખુશી મનાવી હતી અને જીતેલા ઉમેદવારોએ મતદાતાઓનો આભાર માન્યો હતો તો સામે પક્ષે કોંગ્રેસના જીતેલા ઉમેદવારોએ પણ આ ચૂંટણી કાંટાની ટક્કર હોવાની સાબિત થઈ હોવાનું કહી પોતાની હારનું કારણ પોતાના કોંગ્રેસના બે મોટા નેતા ભાજપમાં જતા રહેતા અમારી હાર થઈ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.