થરૂરે પ્રધાનમંત્રી મોદીને સરદાર પટેલ સાથે સરખાવ્યા
નવી દિલ્હી, કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ફરી એક વખત પાર્ટી લાઈનથી બહાર જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું છે કે જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલ એક રાષ્ટ્રીય અપીલ હતા અને ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતા હતા, એ જ રીતે નરેન્દ્ર મોદીની પણ છબી છે.
શશિ થરૂરે વડાપ્રધાન મોદીને એક ચતુર રાજનેતા કહ્યા છે. શશિ થરૂરે આ વાતો પોતાના પુસ્તકPride, Prejudice and Punditry: The Essential Shashi Tharurમાં જણાવી છે. શશિ થરૂરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જેમ પોતાની આગવી ચમક ફેલાવી છે.
તેમણે જણાવ્યું કે આની શરૂઆત ૨૦૧૪માં થઈ ગઈ હતી જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની વિરાસત પર આક્રમક રીતે દાવો કર્યો હતો. તેમણે લખ્યું કે મોદીએ દેશભરના ખેડૂતોને સરદાર પટેલની ૬૦૦ ફૂટ ઊંચી પ્રતિમા માટે લોખંડનું દાન કરવાની અપીલ કરી હતી.
સરદાર પટેલની આ પ્રતિમા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે અને અને તેની સામે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પણ વામણું સાબિત થાય છે. થરૂરે લખ્યું કે નરેન્દ્ર મોદીએ પોતાને પટેલની જેમ જ કઠોર અને નિર્ણાયક કામગીરી કરનારા નેતા તરીકે દુનિયા સામે રજૂ કર્યા છે.
શશિ થરૂરે પોતાના પુસ્તકમાં લખ્યું, સરદાર પટેલે જે રીતે રાષ્ટ્રીય અપીલ અને ગુજરાતી મૂળના વ્યક્તિ એમ બંને તરીકે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું, તે જ રીતે ગુજરાતીઓમાં પટેલ પછી મોદી જેવો સંદેશ ગુંજે છે. તેમણે એ પણ લખ્યું છે કે આ વક્રોક્તિ છે કે મોદી જેવા સ્વયં-ઘોષિત હિન્દુ રાષ્ટ્રવાદી પોતાને ગાંધીવાદી નેતા માને છે જ્યારે મહાત્મા ગાંધીએ ક્યારેય ભારતીય રાષ્ટ્રવાદને ધાર્મિક લેબલ સાથે જાેડ્યો નથી.
તેમણે લખ્યું કે મહાત્મા ગાંધીની જેમ સરદાર પટેલ પણ ધર્મ અને જાતિને ધ્યાનમાં લીધા વિના બધા માટે સમાન અધિકારમાં માનતા હતા. પુસ્તકમાં શશિ થરૂરે અટલ બિહારી વાજપેયી દ્વારા જે વાત કહેવામાં આવી હતી તેનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં અટલ બિહારી વાજપેયીએ રાષ્ટ્રને નહેરુના આદર્શો માટે પોતાને સમર્પિત કરવા માટે આહ્વાન કર્યું હતું. થરૂરે લખ્યું છે કે, વાજપેયીએ નહેરુ માટે ‘એકતા, અનુશાસન અને આત્મવિશ્વાસ’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો જે નરેન્દ્ર મોદી ક્યારેય નહીં કરી શકે.SSS