Western Times News

Gujarati News

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે અરવલ્લી જીલ્લાના પોલીસ સ્ટેશનોમાં ફક્ત ૮ રાજાપાટમાં ઝડપાયા  

હવે તો પીધ્ધડ પણ શાણા થઇ ગયા લાગે છે….!!  

આજના યુવા વર્ગમાં ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી કરવાનો ભારે જોમ હોવાની સાથે વિદેશી દારૂની મહેફિલો માણતા હોવાની સાથે રાજ્યમાં દારૂબંધી હોવાથી યુવાનો અને લોકો રાજસ્થાનની વાટ પકડી રાજસ્થાનમાં વિદેશી દારૂની છોળો વચ્ચે ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરી રાત્રે અથવા વહેલી સવારે પરત ફરતા હોય છે

અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી અગાઉ મોટી સંખ્યામાં પીધ્ધડો થર્ટી ફર્સ્ટની રાત્રે કે પછી બીજા દિવસે પકડાયા હોવાની ઘટનાઓ બનતી હતી પરંતુ છેલ્લા બે વર્ષથી પીધ્ધડ પણ હોશિયાર થઇ ગયા હોય તેમ પોલીસ કાર્યવાહી થી બચવા ૩૧ ડિસેમ્બર પછી રાજસ્થાનમાં જ રોકાવાનું પસંદ  કરતા હોવાથી ગત સાલ એક પણ પીધેલો ઝડપાયો ન હતો ત્યારે આ ૩૧ ડિસેમ્બરે અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી,શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી ફક્ત ૮ જ પીઅક્કડ પોલીસને હાથ લાગતા ભારે આશ્ચર્ય સર્જાયું છે

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના ના માર્ગદર્શન હેઠળ ૩૧ ડિસેમ્બરે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન થાય તે માટે અને આંતરરાજ્ય સરહદો પરથી પોલીસ ચેકપોસ્ટ હટાવી લેતા બુટલેગરો વિદેશી દારૂ ઠાલવે નહિ તે માટે પોલીસ પેટ્રોલિંગ અને નાકાબંધી કરવાની સાથે વિવિધ તપાસ એજન્સીઓ કાર્યરત કરી વાહનચાલકોનું સઘન ચેકીંગ  હાથધર્યું હતું

૩૧ ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રીએ અને બીજા દિવસે અરવલ્લી જીલ્લામાંથી શામળાજી પોલીસ સ્ટેશન હદમાંથી ૫ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ૨ અને ટાઉન પોલીસ સ્ટેશનમાંથી ૧ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો

જીલ્લાના અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક પણ પીધેલો હાથ ન લાગતા લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે છેલ્લા બે વર્ષથી ૩૧ ડિસેમ્બરે દારૂના રસિયાઓ હવે ઘરે જ નાના સમૂહમાં દારૂ પાર્ટી યોજી શરાબની લિજ્જત માણતા હોવાથી પોલીસ પકડથી દૂર રહેતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે

શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રતનપુર ચેકપોસ્ટ પરથી મોટી સંખ્યામાં લોકો રાજસ્થાનમાં દારૂની પાર્ટી કરવા પહોંચતા હોય છે ૩૧ ફર્સ્ટ પણ મોટી સંખ્યામાં લોકો બાઈક,કાર સહીત વિવિધ વાહનો મારફતે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા દારૂના શોખીનોએ રાજસ્થાનની વાટ પકડી હતી

અને કેટલાક લોકો દારૂની છોળો વચ્ચે નવા વર્ષની ઉજવણી કરી રાજાપાટ માં ઘરે જતા હવાલતની મજા માણવાના બદલે હવે પીધ્ધડ રાજસ્થાનમાં જ હોટલમાં રોકાવાનું પસંદ કરતા હોવાથી  પોલીસ પકડથી દૂર રહેતા હોવાની માહીતી પોલીસ સૂત્રો પાસેથી મળી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.