થર્ડ વેવને કારણે પ્રેક્ષકોની સંખ્યા ઘટતા મલ્ટીપ્લેક્ષને કરોડોનું નુકશાન
(એજન્સી) અમદાવાદ, કોવિડ-૧૯ના થર્ડ વેવને પગલે રાજય સરકારે રાત્રે ૧૦ વાગ્યાથી કર્ફયુ અમલમાં મુકવાને કારણે અમદાવાદ સહિત રાજયના મલ્ટીપ્લેક્ષ અને થિયેટરને કરોડોનું નુકશાન થઈ રહ્યુ છે. ફરી કોરોનાએ માથુ ઉંચકતા થિયેરટોમાં નવા મૂવી રિલીઝ થતા નથી.
અને છેલ્લા કેટલાંક મહિનાઓથી શોમાં પૂરતા પ્રેક્ષકો પણ મળતા નથી. અને તેના કારણે સિનેમા ઉદ્યોગ, મલ્ટી પ્લેક્ષને માઠી અસર થવા પામી છે. મલ્ટીપ્લેક્ષમાં શો માં બુકીંગ થતા નથી. આખા દિવસમાં થીયેટર અને મલ્ટક્પ્લેક્માૃં માં ૭૦ થી ૧૦૦ જેટલા જ પ્રેક્ષકો આવે છે.
કેસો વધતા ફેબ્રુઆરી- સુધીમાં નિયંત્રણનો હળવા થવાની શક્યતા ધુંધળી દેખાઈ રહી છે. ત્યારે પ્રોપર્ટી ટેક્ષ, લાઈટ બિલ પરના જીએસટી સહિતના ટેક્ષ, સેસ વગેરેમાં પણ બે વર્ષ માટે માફી આપવાની ગુજરાત મલ્ટીપ્લેક્ષ એસોસીએશને માંગણી કરી છે.
વાઈડ એંગલના ડાયરેક્ટર અને ગુજરાત મલ્ટીપ્લેક્ષ એસોસીએશનના હોદ્દેદાર રાકેશભાઈ તથા કે.સેેરા સેરાની ડાયરક્ટર અશ્વિનભાઈએ જણાવ્યુ હતુ કે અમદાવાદમાં પ૦ જેટલા મલ્ટીપ્લેક્ષ અને ગુજરાતમાં ૩૦૦ જેટલા મલ્ટીપ્લેક્ષ આવેલા છે. અમદાવાદ સહિત રાજ્યના મલ્ટીપ્લેક્ષોમાં જૂના મૂવી ફિલ્મ રિલીજ થાય છે. કોરોનાના થર્ડ વેવને પગલે સર્જાયેલી હાલની અનિશ્ચિતતાભરી પરિસ્થિતિમાં કોઈ પણ નવી ફિલ્મ રિલીઝ કરવાનુૃ જાેખમ ઉઠાવવા તૈયાર નથી.
કોરોનાની પ્રથમ લહેરથી અત્યાર સુધીમાં થિયેેટર અને મલ્ટીપ્લેક્ષ ઉદ્યોગનેે કરોડોનું નુકશાન થયુ છે. દર્શકો ઘટી ગયા હોવાથી આવક પણ ઘટી ગઈ છે. તેમ છતાં થિયેટર અને મલ્ટીપ્લેક્ષ માટે સિક્યોરીટી, હાઉસ કીપિંગ અને મેઈન્ટેનન્સનો ખર્ચ, લાઈટ બિલ, સરચાર્જ, જીએસટી, સેસ સહિતના અસ્ટાબ્લીસમેન્ટ ખર્ચ કરવો જ પડે છે. જેના કારણે માલીકો પર ખર્ચનો ભારે બોજ પડી રહ્યો છે.