થલતેજનાં સોમવીલા બંગ્લોઝમાં ડોક્ટરનાં ઘરમાં શસ્ત્ર બતાવીને લૂંટ
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં લોકડાઇન બાદ લુંટની ઘટનાઓનો ગ્રાફ ઊંચો ગયો છે. અમદાવાદનાં મોટાભઆગનાં વિસ્તારોમાં આવી ઘટનાઓ વારંવાર સામે આવી છે. આ સ્થિતિમાં થલતેજમાં રહેતાં એક ડોક્ટરનાં ઘરે ધોળા દિવસે લૂંટની ઘટના બનતાં ચકચાર મચી છે. ઘટના બાદ પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફપહોંચી ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે થલતેજમાં આવેલાં સોમવીલા બંગ્લોઝમાં ડો.પ્રકાશભાઈ દરજી તેમનાં પરીવાર સાથે રહે છે. અને તે ઝાયડસ હોસ્પિટલમાં કિડની સ્પેશ્યાલિસ્ટ તરીકે કાર્યરત છે. સોમવારે સાંજના સુમારે તેમનાં ઘરે અચાનક જ કેટલાંક લુંટારૂ ત્રાટક્યા હતા અને ડો.પ્રકાશનાં ઘરે સશસ્ત્ર લૂંટ ચલાવીને ગણતરીનાં સમયમાં જ ફરાર થઈ ગયા હતા. ગભરાયેલાં પરીવારે તુરંત ૧૦૦ નંબર ડાયલ કરતાં સોલા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને પરીવારજનોની પૂછપરછ શરૂ કરી હતી. ઉપરાંત સોસાયટીનાં તથા આસપાસનાં સીસીટીવી કેમેરાનાં ફુટેજ મેળવીને પણ લુંટારૂઓની ઓળખ હાથ ધરી છે.
ધોળા દિવસે ઘરમાં ઘૂસીને લુંટની ઘટના બનતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ અંગે વાત કરતાં સોલા પોલીસ સ્ટેશનનાં સેકન્ડ પીઆઈ રાઠોડે જણાવ્યું હતું કે આ ઘટના સાંજે ૬ વાગ્યાનાં અરસામાં બની હતી.
અને આગળની તપાસ ચાલુ છે. આ ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સોમવીલા બંગ્લોઝ ખાતે દોડી આવ્યો હતો. જ્યારે સિનીયર પી.આઆઈ જેપી જાડેજા સાથે વાત કરતા તેમને કહ્યુ હતુ કે હાલમાં સીસીટીવી ફૂટેજ મળ્યા છે જેમાં બાઈક લઈને આવેલા શખ્સ જોઈ શકાય છે તેના આધારે આરોપીની શોધખોળ ચાલુ છે.