થલતેજમાં રીટાયર્ડ ઈન્કમટેક્ષ કમિશ્નરનાં ઘરમાંથી દાગીના અને રોકડની ચોરી
મણીનગરમાં બંધ ઘર તથા જુહાપુરામાં ગલ્લાને તસ્કરોએ નિશાન
|
અમદાવાદ: ગત કેટલાક દિવસોમાં ક્રાઈમ બ્રાંચ તથા સ્થાનિક પોલીસ સહીતની એજન્સીઓએ શહેરમાં સક્રીય એવી ચોરી કરતી કેટલીક ગેગોને ઝડપીને મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો છે ેતેમ છતા શહેરમાં ઘરફોડ તથા ચોરીની અન્ય ઘટનાઓનું પ્રમાણ ઘટવાને બદલે સતત વધી રહ્યુ છે આ સ્થિતિ માં તસ્કરોએ મણીનગર સોલા તથા જુહાપુરા વિસ્તારોમાં વધુ ત્રણ સ્થળોએ પોતાના નિશાન બનાવ્યા છે અને લાખો રૂપિયાની મતો ચોરી ગયા છે.
થલતેજમાં આવેલા ગુલાબટાવર નજીક ઉપેન્દ્ર પાર્ક સોસાયટીમાં રહેતા દેવારામ મુકનલાલ સિઘલ અગાઉ કમિશનર ઓફ ઈન્કમટેક્ષ તરીકે કાર્યરત હતા જે કેટલાંક સમય અગાઉ રીટાયર્ડ થયા હાત તેમનાં ઘરમાં થોડા દિવસ અગાઉ રીનોવેશનનુ કામકાજ ચાલુ હતુ જે દરમિયાન તેમની માસ્ટર રૂમમાં આવેલી તિજારીમાં મુકેલા હિરા સોના તથા ચાદીના ઘરેણાં અને રોકડ રકમ સહીત કુલ રૂપિયા બે લાખની મતા ચોરાઈ હતી દેવારામે આ અંગે તપાસ કરતા છતા મત્તા પરત ન મળી આવતાં છેવટે તેમણે સોલા પોલીસમાં ચોરીની ફરીયાદ નોધાવી છે.
આ અંગે પોલીસે રીનોવેશન દરમિયાન કામ કરતાં પ્લમ્બર સુથાર તથા અન્ય કારીગરોની સઘન પુછપરછ હાથ ધરી છે. પ્રથમ બનાવ મણીનગર એલજી હોસ્પિટલમાં નજીક આવેલા શ્રીજી કૃપા બંગ્લોઝમાં બન્યો છે મકાન માલિક નિલેશ મુંદ્રા પોતે કઠવાડા જીઆઈડીસીમાં પ્રિન્ટીંગ મશીનનો વ્યવસાય કરે છે તેમના મતા વિજયાબેન મુંદ્રા (૭૨)ને ઓપરેશ કરાવવાનુ હોવાથી નિલેશભાઈ ઔરંગાબાદ ખાતે ગયા હતા ત્યા થોડા દિવસ રીહને મણીનગર ખાતે આવી ઘરની સફાઈ કરાવીને પરત ઔરંગાબાદ જતા રહ્યા હતા.
ત્યારબાદ બે દિવસ અગાઉ તેમના પત્ની અર્ચનાબેન ફોન કરીને મણીનગર ખાતે આવેલાં તેમના ઘરે ચોરી થઈ હોવનુ જણાવ્યુ હતુ તાબડતોડ ઘરે આવેલા નિલેશભાઈએ તપાસ કરતા ઘરની તિજારીમાથી તસ્કરો સોના ચાદીના દાગીના ટીવી રોકડા રૂપિયા ૧૫ હજાર સહીત કુલ સાડા પાચ લાખ રૂપિયાની મત્તા ચોરી ગયા હતા આ અંગે તેમણે મણીનગર પોલીસને જાણ કરી હતી.
અન્ય બનાવ જુહાપુરામાં બન્યો છે ફતેવાડી કેનાલ નજીક તાનજી કોમ્પલેક્ષ બસેરા પાન પાર્લર આવેલુ છે તેના માલિકમાં જાબીર કડીવાળા ઈદનો તહેવાર હોવાથી વતન સીદ્ધપુર ખાતે ગયા હતા જ્યાથી બે દિવસ અગાઉ પર ફરતા શટરના તાળા તુટેલા હતા જેથી અંદર તપાસ કરતા ચોર ઈસમે કાઉન્ડરમાંથી રોકડ ૩૫ હજારની ચોરી કરેલી જણાઈ હતી આ અંગે તેમણે વેજલપુર પોલીસને જાણ કરી હતી.