Western Times News

Gujarati News

થલતેજ ફાયર સ્ટેશનથી આંબલી સ્ટેશન સુધીનો રોડ રીસરફેસ થતો નથી

અરજદાર સીસીઆરએસમાં ફરીયાદ કરે છે તેને તંત્ર ક્લોઝ કરી દે છે

(એજન્સી) અમદાવાદ,  મ્યુનિસિપલ દ્વારા શહેરના સાત ઝોનમાં મોડેલ રોડ બનાવવા માટે કરોડો રૂપિયાના ટેન્ડર અપાઈ ગયા છે. બીજી તરફ શહેરમાં બિસ્માર રસ્તા રીસરફેસ કરવા માટે તંત્ર ડીફેક્ટ લાયેબિલીટી પીરીયડ પૂરો થવાની રાહ જુએ છે. શહેરના નવા પશ્ચિમ ઝોનમાં આવેલા થલતેજ ફાયર સ્ટેશનથી આંબલી સુધીનો રસ્તો રીસરફેસ થતો નથી. અરજદાર દ્વારા રોડ રીસરફેસ કરવા અનેક વખત ઈજનેર વિભાગ અને મ્યુનિસિપલની ઓનલાઈન ફરીયાદ નોંધવાની પ્રણાલી હેઠળ ફરીયાદો કરાઈ છે. તો તંત્રે આ ફરીયાદનો નિકાલ કર્યા વગર ફરીયાદને બંધ કરી દીધી છે.

મ્યુનિસિપલ દ્વારા સીસીઆરએસ પ્રણાલી હેઠળ નાગરીકોની ફરીયાદનો નિયત સમયમાં નિકાલ કરવાનો દાવો કરાય છે.
પરંતુ થલતેજ ફાયર સ્ટેશન આગળ આવેલા બંગ્લોઝમાં રહેતા એક અરજદાર દ્વારા છેલ્લા આઠ મહિનાથી થલતેજ ફાયર સ્ટેશનથી આંબલી રેલ્વે સ્ટેશન સુધીનો બિસ્માર રસ્તો રીસરફેસ કરવા લેખિત તેમજ ઓનલાઈન ફરીયાદો આપવામાં આવી છે. જેનો કોઈ જ નિકાલ થતો નથી. અરજદારના કહ્યા અનુસાર સીસીઆરએસમાં એ ફરીયાદ કરે છે. પરંતુ થોડા સમયમાં તેમના દ્વરા કરાયેલી ફરીયાદનો નિકાલ કર્યા વગર બંધ કરી દેવામાં આવે છે.

અરજદાર જે સ્થળે રહે છે એ સ્થળે અન્ય બંગ્લોઝ પણ આવેલા છે. જેમાં ઉપવન બંગ્લો, સન રેસીડેન્સી, આદિત્ય બંગ્લો, સ્વાગત બંગ્લો, ઓમકાર બંગ્લો પણ આવેલા છે. થલતેજ ફાયર સ્ટેશનથી આંબલી સ્ટેશન સુધીના રસ્તા ઉપર અંદાજે પચાસથી વધુ સોસાયટી આવેલી છે છતાં તંત્ર દ્વારા નવા અને મોડેલ રોડને પ્રાધાન્ય આપી આ રોડ રીસફરેસ કરતી નથી. ડીફેક્ટ લાયેબિલીટી પિરીયડ પુરો થવાની રાહ જાવાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.