થવાથી મંડાળા જતા રોડના નાળા ઉપરથી પાણી જતા અવરજવર કરતા લોકોને મોટી મોકાણ
કોતરના પુલ ઉપર ઘૂંટણ સમાં પાણી ભરાતા વાહનના એન્જીનમાં પાણી આવી જતા કરવા પડ્યા ટોર્ચન.
થવા વોટરવર્ક્સ નજીક આવેલા કોતરના પુલને ઊંચો અને મોટો બનાવવા ઉઠેલી માંગ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, નેત્રંગ તાલુકાના છેવાડાના ગામ થવાથી મંડાળા જવાન રસ્તે ગ્રામ પંચાયતના વોટરવર્ક્સ નજીક આવેલ કોતરનો નવો ૪ વર્ષ પહેલા બનેલો નીચો પુલ હોવાથી ચોમાસા દરમ્યાન વરસાદમાં ઉપરથી પાણી વહે છે .જેને લઈ શાળાએ જતા વિદ્યાર્થીઓ,ખેડૂતો અને મંડાળા,ખાબજી,ગાડદા,ભરાડા,બોરીપીઠા અને બરડીપાડા વગેરે ગામોમાં જવાનો આ મુખ્ય રસ્તો છે .જેના ઉપરથી રોજના હજારો લોકો અવરજવર કરે છે.આ કોતરના પુલ ઉપર પાણી ભરાય ત્યારે અહીંથી નીકળવું જોખમી બની જાય છે.રસ્તો બંધ થઈ જાય છે ત્યારે ૨૦ થી ૨૫ કિલોમીટરનો ઓછામાં ઓછો ફેરાવો થાય છે.
મંડાળા ગામના શર્મિલાબેન ડી વસાવા આંજોલી સેજાના અને ભરતભાઈ એસ વસાવા ગાલીબા સેજામાં નેત્રંગ તાલુકા પંચાયતમાં ગ્રામ સેવક તરીકે ફરજ બજાવે છે.તેમને મંડાળા થી રોજ નેત્રંગ આવવાનું થાય છે.ત્યારે ઘણા દિવસો તો વરસાદ પડતો હોય આ નાળા ઉપર પાણી ભરાયેલું હોય છે જેને કારણે ફરજ પર આવવા જીવના જોખમે પાણીમાં થઈને આવવું પડે છે.આવામાં કોઈ વખત વધુ વરસાદ વરસી રહ્યો હોય તો જોખમ વધી જાય છે અને રસ્તો પણ બંધ થઈ જાય છે.
ક્યારેક કોઈ આ ધસમસતા પાણીમાં તણાય જાય તો દુર્ઘટના સર્જાય તેવા સંજોગો ઉભા થયા છે.ખેડૂતોને થવા ગામથી સામે પાર ખેતીકામ માટે જવું પણ અઘરું પડે છે.સત્વરે આ થવાથી મંડાળા જતા રસ્તા ઉપરના નીચા પુલને ઊંચો અને મોટો બનાવવામાં આવે તેવી લોક માંગ છે.
હાલ ચાલી રહેલ મહામારીને લઈ થવા બીએડ કોલેજ, બીઆરએસ, ઉચ્ચત્તર માધ્યમિક શાળા, આશ્રમશાળા બંધ છે પરંતુ જ્યારે ચાલુ હોય ત્યારે આશરે ૨૦૦૦ વિદ્યાર્થીઓ અને ૫૦ જેટલા શિક્ષકો પણ ચોમાસામાં દરમિયાન આ નાળા પર પાણી આવી જતા તકલીફ વેઠવી પડે છે.જ્યા સુધી પાણી ઉતરે નહિ ત્યાં સુધી શાળાએ પણ જવાતું નથી અને જો સામે પાર હોય તો ઘરે આવવું મુશ્કેલ બને છે.જેથી શિક્ષણ કાર્ય પણ બગડે છે વર્ષો જૂની સમસ્યા છે.