Western Times News

Gujarati News

થાઈરોઈડની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે

આયુર્વેદની દ્રષ્ટિએ આપણને સતત ઉત્સાહીને ચેતનવંતુ રાખનાર છે જઠરાગ્નિ, વૈશ્વાનર, ભૂખ. આજે આપણને સાચી ભૂખ જ લાગતી નથી અને ભૂખ વિનાનું ભોજન કરવાથી જ અગ્નિ નબળો પડે છે તેથી થાયરોડિઝમ જેવા આમદોષજન્ય રોગો થાય છે.

અગ્નિ શાંત થાય તો મૃત્યુ નિશ્ચિત છે. અગ્નિ નબળો પડે તો બીમારી, આમદોષ થાય, રસ, લોહી, માંસ, મેદ, અસ્થિ, મજ્જાને શુક્રએ સાતેય ધાતુઓ નબળી બને.. કારણ કે જેમ મુખ્ય જઠરાગ્નિ છે તેમ આ સાતેય ધાતુઓના સાત અગ્નિ છે. પાંચ મહાભૂતના પાંચ અગ્નિ મળીને કુલ ૧૩ અગ્નિ આપણા શરીરમાં હોય છે. આ ધાતુઓના અગ્નિને આજની પરિભાષામાં અંતઃ†ાવી ગ્રંથી કહી શકીએ. આ જઠરાગ્નિ નબળો પડે તો ધાતુઓના અગ્નિ પણ નબળા પડે. તેથી તે ધાતુઓના રોગો થવાના. જેમકે મેદ ધાતુનો અગ્નિ નબળો પડે એટલે હાયપો થાયરોડીઝમ રોગ થવાનોને મેદ ધાતુનો અગ્નિ વધુ તેજ હોય તો હાયપર થાયરોડીઝમ રોગ થવાનોને મેદ ધાતુનો અગ્નિ વધુ તેજ હોય તો હાયપર થાયરોડીઝમનો રોગ થવાનો.

યુવાન રહેવું અને બનવું સૌને ગમે છે. જે સતત ઉત્સાહી છે. સ્ફૂર્તિલો છે અને ચૈતન્યથી ભરેલો છે તે યુવાન. આરોગ્યની પણ આ જ પરિભાષા છે કે આપણા શરીરના હોર્માેન, અંત†ાવી ગ્રંથીઓ (હાયપોથેલેમસ, પિચ્યુટરી, થાઈરોઈડ, પેરા થાઈરોઈડ, થાયમસ, પેન્ક્રીયાસ, એડ્રીનલ, ઓવરી, ટેસ્ટીઝ) જેમના શરીરમાં યોગ્ય રીતે કામ કરે છે તે આરોગ્યની દ્રષ્ટિએ યુવાન છે. અન્યથા યુવાની તો માનસિક અને વૈચારિક છે. મેદ ધાતુનો અગ્નિ યોગ્ય સમાન હોય તો શરીર મધ્યમ હોય. આંખ-વાળનું સૌંદર્ય શ્રેષ્ઠ હોય, ભૂખ અને પાચન પણ સારું હોય. વજનના વધુ હોય કે ના ઓછું હોય. શ્રમ કરવામાં થાક અનુભવાય નહિં એટલે કે શ્રમને સહન કરી શકે. માનસિક સ્વાસ્થ્ય સારું હોય, યાદશક્તિ, ઊંઘ ઉત્તમ હોય, મન શાંત હોયને સ્વસ્થતાથી નિર્ણય લઇ શકે તેવું હોય આ બધાં જ લક્ષણો તંદુરસ્તીની નિશાની છે. જે મેદ ધાતુની સ્વસ્થતાનું દર્શન કરાવે છે.

પરંતુ મેદ ધાતુનો અગ્નિ નબળો પડે એટલે કે થાયરોઈડનો સ્ત્રાવ ઓછો થાય, રિપોર્ટમાં ટીએસએચનું પ્રમાણ વધુ આવે તો આંખો બહાર નીકળે, જીભ થોથવાઈને જાડી થઇ જાય, શરીરમાં સ્થૂળતા જણાય, લોહી ઘટે, ભૂખની વિષમતા થાય, વાળ ખરે, ચામડી લૂખી પડે. આંખો નબળી પડે છે. અને જા થાયરોઈડનો સ્ત્રાવ વધી જાય તો શરીરમાં પિત્તનો પ્રકોપ અને મેદ ધાતુના ક્ષયના લક્ષણો જોવા મળે છે.

જેમાં રોગી ભયથી ગભરાયેલ અને શરીરથી સૂકાતો જતો જાવા મળે છે. થાયરોઈડના રોગો કે મેદ ધાતુના અગ્નિની વિષમતા માટે હવા, પાણી, નમક, ખોરાક, વ્યાયામ, ઊંઘની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ તેટલું જ જવાબદાર છે.

થાયરોઈડમાંથી નીકળતો થાયરોક્સીન નામનો અંતઃસ્ત્રાવ જે શરીર, મનના વિકાસ માટે જવાબદાર છે. જેમ શરીરની બધી જ ધાતુઓ એકબીજા સાથે સંકળાયેલી છે તેમ શરીરની બધી જ અંતઃ સ્ત્રાવી ગ્રંથીઓ પણ એકબીજા સાથે જાડાયેલી છે જે જઠરાગ્ની, વૈશ્વાનર, પાચક શક્તિ પર આધારિત છે. જ્યારે માનવ શરીરમાં તનાવનું માપ વધે છે તો તેની તરત અસર થાઈરોઈડ ગ્લેન્ડ ઉપર જ પડે છે. તે ગ્રંથી હોર્માેન્સના સ્ત્રાવ વધારી દે છે.

જો તમારા કુટુંબમાં કોઈને થાઈરોઈડની સમસ્યા હોય તો તમને થાઈરોઈડ થવાની શક્યતા વધુ રહે છે. આ થાઈરોઈડનું સૌથી ખાસ કારણ છે કે કેમકે આ એક વારસા પેટે આવે છે. થાઈરોઈડ રોગ એક જ કુટુંબમાં ઘણાં લોકોને અસર કરી શકે છે. થાઈરોઈડના આગળના કારણો છે ગર્ભાવસ્થા, જેમાં પ્રસુતિનો સમય પણ જોડાયેલ હોય છે.

ગર્ભાવસ્થા દરમિયાન એક મહિલાના જીવનમાં એવો સમય હોય છે કે જ્યારે તેના આખા શરીરમાં મોટા એવાં ફેરફાર થાય છે, અને તે તનાવયુક્ત રહે છે. થાઈરોઈડ તે માત્ર એક વધેલી ગ્રંથિની સમસ્યા છે જેમાં છે, જેમાં થાઈરોઈડ હાર્માેન બનાવવાની ક્ષમતા ઓછી થઇ જાય છે. સોયા ઉત્પાદનોની જરૂરથી વધુ ઉપયોગથી પણ થાઈરોઈડ થવાના કારણો હોઈ શકે છે.

ઘણી વખત મેડીકલની કે પછી વિદેશી દવાઓની આડ અસરને લીધે પણ થાઈરોઈડ થાય છે. થાઈરોઈડની સમસ્યા પીટ્યુટરી ગ્લેન્ડને કારણે પણ થાય છે કેમ કે તે થાઈરોઈડ ગ્રંથી હોર્માેનના ઉત્પાદન કરતા સાવધ નથી કરી શકતી. ભોજનમાં આયોડીન નમકની અછત કે વધુ ઉપયોગથી પણ થાઈરોઈડની સમસ્યા ઉત્પન્ન થાય છે. સ્ત્રીઓમાં રજા નિવૃત્તિ પણ થાઈરોઈડનું કારણ છે. કેમ કે રજાનિવૃત્તિના સમયે પણ એક સ્ત્રીમાં ઘણા પ્રકારના હાર્માેનલ ફેરફાર થતાં હોય છે. જે ઘણી વખત થાઈરોઈડનું કારણ બની શકે છે.

લક્ષણોમાં જાઈએ તો કબજીયાત, થાઈરોઈડથી કબજિયાતની સમસ્યા ઉત્પન્ન થઇ જાય છે. ખાવાનું પચાવવામાં તકલીફ થાય છે. સાથે જ ખાવાનું સરળતાથી ગળાથી નીચે પણ નથી ઉતરતું. શરીરના વજન ઉપર પણ આડ-અસર થાય છે. થોડા થોડા સમયે હાથ તથા પગ ઠંડા પડી જવા. આ રોગને લીધે માણસને તાવ આવવા માંડે છે અને આ તાવ સામાન્ય તાવથી જુદો હોય છે અને તે ઠીક પણ નથી થતો. થાક આ તકલીફથી પીડાતો માણસ જલ્દી થાકી જાય છે. તેનું શરીર સુસ્ત રહે છે. તે આળસું થઈ જાય છે અને શરીરની ઊર્જાની ઉણપ થાય છે. પ્રતિરોધક શક્તિ નબળી પડી જવી. થાઈરોઈડ થવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી થઈ જાય છે.

આ રોગથી માણસ હંમેશા ડીપ્રેશનમાં રહેવા લાગે છે. તેનું કોઈ કામમાં મન નથી લાગતું. મગજની સમજવા કે વિચારવાની શક્તિ ક્ષિણ થઇ જાય છે અને તેથી યાદશક્તિ નબળી થઇ જાય છે. ત્વચાનું સુકાવુંઃ આનાથી પીડિત વ્યક્તિની ત્વચા સુકાવા લાગે છે. ત્વચામાં સુકાપણું આવી જાય છે. ત્વચાના ઉપરના ભાગના સેલ્સની ક્ષતિ થવા લાગે છે જેથી ત્વચા રૂખી-સુકી થઇ જાય છે. શારીરિક અને માનસિક વિકાસમાં પણ અવરોધરૂપ બને છે આ રોગ.

જો તમને આવા કોઈપણ લક્ષણ જાવા મળે છે તો તમે તમારા ચિકિત્સકનો સંપર્ક કરો તમને થાઈરોઈડની સમસ્યા હોઈ શકે છે. આ રોગ થવાથી માણસના વાળ ખરવા લાગે છે અને ટાલીયાપણું આવી જાય છે. સાથે-સાથે તેની ભ્રમરના વાળ પણ ખરવા માંડે છે. માંસપેશીઓ અને સાંધામાં દુઃખાવો આ રોગથી આપણી માંસપેશીઓ અને સાંધામાં દુઃખાવા થાય છે તેમજ શરીર નબળું થતું જાય છે. એ પણ આ રોગના સામાન્ય લક્ષણ હોઈ શકે છે. અખરોટ અને બદામમાં સેલેનિયમ નામનું ત¥વ મળી આવે છે. જે આ રોગની સમસ્યાના ઉપચારમાં ફાયદાકારક સાબિત થાય છે. ૧. આખી અખરોટમાં ૫ માઈક્રો ગ્રામ. સેલેનિયમ હોય છે.

અખરોટ અને બદામના સેવનથી થાઈરોઈડના કારણે ગળામાં થતાં સોજામાં પણ કેટલાંક અંશે ઓછું કરી શકાય છે. અખરોટ અને બદામ સૌથી વધુ ફાયદાકારક હાઈપોથોયરાઈડીજમ હોય છે. તેની સાથે રાત્રે સુતા સમયે ગાયનું ગરમ દૂધ સાથે ૧ ચમચી અશ્વગંધા ચૂર્ણનું સેવન કરો. આ માટે સૌ પ્રથમ ૨૦૦થી ૧૨૦૦ મિલી ગ્રામ અશ્વગંધા ચૂર્ણ અને ચાની સાથે ભેળવીને પીવામાં આવે તો થાઈરોઈડની સમસ્યામાંથી છુટકારો મળે છે. તમે આ ચાનો સ્વાદ વધારવા માટે તુલસીના પાનનો પણ ઉપયોગ કરી શકો છો. અશ્વગંધા નિયમિતરૂપે સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર પૂરતી ઊર્જા મળી રહે છે. જેથી કરીને તમારી કાર્યક્ષમતામાં વધારો થાય છે.

વાળ ખરવા, નખ તૂટી જવા, આખા શરીરમાં કળતર, ઊંઘ ન આવવી વગેરે ચિન્હો સાથેના આ હાઈપોથોયરાઈડીજમ નામના દર્દને મટાડવા માટે સુવર્ણ ભસ્મયુક્ત વસંત કુસુમાકર રસ કે સુવર્ણ ભસ્મ જીવન વિનિમય પ્રક્રિયાની ક્ષમતામાં વધારો કરે છે. જેથી ધાતુમાં કોઈપણ પ્રકારની ઊણપ રહેતી નથી. ધાતુની ઘનતા વધતાં વાળનો વિકાસ ઝડપી થાય છે. શરીર તંદુરસ્ત બને છે અને ઊંઘ પણ સારી આવે છે. આયુર્વેદ ચિકિત્સકે દરદીઓમાં શાસ્ત્રના સિદ્ધાંત અનુસાર જરૂર પડે તો શુદ્ધગુગ્ગુલુ, અભ્રક ભસ્મ, હરિતકી, પુનર્નવામંડુર જેવા બને એટલા એકલ ઔષધ યોગનો પ્રયોગ કરવો જાઈએ. તથા હરિદ્રા, સુવા, ગોળ, કુલત્થ કવાથ તલતેલ જેવા સાદા આહાર ઔષધોની યોજના કરવી જોઈએ.
ડો.શ્રીરામ વૈદ્ય ૯૮૨૫૦૦૯૨૪૧


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.