થાઈલેન્ડ: ૧૦ લાખ રોપા વાવીને નશીલી ખેતીની મંજૂરી આપી
નવી દિલ્હી, આપણા દેશમાં ગાંજા-ભાંગને લઈને ઘણો હોબાળો થાય છે, પરંતુ એક દેશ એવો પણ છે જ્યાં સરકાર પોતે જ ગાંજાના છોડને ઘરે-ઘરે નાગરિકો સુધી પહોંચાડવાની નીતિ લઈને આવી છે.
આ થોડું વિચિત્ર લાગશે, પરંતુ સત્ય એ છે કે એશિયન દેશ થાઈલેન્ડની સરકાર કેનાબીસની ખેતીને કાયદેસર બનાવી રહી છે. એટલું જ નહીં, તે લોકોને ગાંજાના છોડ મફતમાં આપવા જઈ રહી છે, જેથી તેઓ તેને સ્થાનિક પાક તરીકે ઉગાડી શકે. થાઈલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી અનુતિન ચર્નવિરાકુલે પણ ટ્વીટ કરીને આ વાત કહી હતી.
તેઓ શણના પાકમાંથી બિન-કાનૂની હોવાનો ટેગ પણ દૂર કરવા માંગે છે. તેઓ માને છે કે તેને ઘરેલુ પાક બનાવવો જાેઈએ. થાઈલેન્ડમાં ખેતીનું કામ મોટા પાયે થાય છે, આવી સ્થિતિમાં સરકાર શણ અને ગાંજાને રોકડ પાક તરીકે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે. વર્ષ ૨૦૧૮ થી, થાઈલેન્ડમાં ભાંગને લઈને નવી નીતિ લાગુ કરવામાં આવી છે.
અહીં દવા તરીકે ગાંજાના ઉપયોગની કાયદેસર મંજૂરી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં, થાઈ સરકારે પણ તેને નાર્કોટિક્સની યાદીમાંથી કાઢી નાખ્યું હતું અને હવે લોકોને કેનાબીસની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.
થાઈલેન્ડના આરોગ્ય મંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલી આ નવી નીતિ દ્વારા સરકાર અને લોકોને ૧૦ બિલિયન બાહ્ટ એટલે કે ભારતીય ચલણમાં ૨૨ લાખ ૨૭ હજાર રૂપિયાથી વધુ મળવાની અપેક્ષા છે.
થાઈ સરકારની આ નીતિ હેઠળ હવે ત્યાંના લોકોને લગભગ ૧૦ લાખ ગાંજાના છોડ મફતમાં આપવામાં આવશે. તેઓ પોતાના ઘરમાં છોડ લગાવીને પૈસા કમાઈ શકશે.
સરકાર હવે માત્ર પૈસા માટે ઘરે-ઘરે નશાના છોડ વહેંચી રહી છે કારણ કે તેઓ તેનાથી ઇં૩૦૦ મિલિયનની આવકની અપેક્ષા રાખે છે. થાઈલેન્ડમાં પર્યટન ઉદ્યોગ કોરોનાને કારણે તૂટી પડ્યો. તે આ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ તરીકે સેવા આપી હતી.SS1MS