હેલ્થ કેર સેન્ટરમાં યુવકને ભૂલથી આ રસી આપી દેતાં યુવકની હાલત કફોડી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Vaccin-5.jpg)
થાણે, દેશભરમાં ચાલી રહેલા કોરોનાની રસી મુકવાના અભિયાન વચ્ચે એક ચોંકાવનારી ઘટના મહારાષ્ટ્રના થાણેમાં બની છે.
આ જિલ્લાના એક હેલ્થ સેન્ટર પર રાજકુમાર યાદવ નામના યુવકને કોરોનાની જગ્યાએ હડકવાની રસી મુકી દેવામાં આવી છે. એ પછી બે હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં એક ડોકટર અને એક નર્સનો સમાવેશ થાય છે. જાેકે યુવકની તબિયત સ્થિર છે.
મળતી વિગતો પ્રમાણે રાજકુમાર યાદવ સોમવારે એક હેલ્થ સેન્ટરમાં વેક્સીન અંગે પૂછપરછ કરવા ગયો હતો. કેન્દ્રના ડોકટરો તેને કોવિશિલ્ડ વેક્સીન માટે કેસ પેપર આપીને લાઈનમાં ઉભા રહેવા માટે કહ્યુ હતુ. આ યુવક ભુલથી હડકવા માટે રસી લેવા આવેલા લોકોની લાઈનમાં ઉભો રહી ગયો હતો.
જ્યારે તેનો વારો આવ્યો ત્યારે નર્સે કાગળ જાેયા વગર જ રસી આપી દીધી હતી. નિયમ પ્રમાણે નર્સે તેને અપાયેલા કાગળ જાેવાની જરૂર હતી પણ તેણે એવુ કર્યુ નહોતુ.SSS