થાણેમાં રૂ.૫.૭૯ કરોડના દાગીના ચોરનારા ૫ાંચ સુરતમાં દબોચાયા
મુંબઈ, મહારાષ્ટ્રના થાણેમાં વામન શંકર મરાઠે નામના જવેલર્સમાંથી ૫ કરોડ ૭૯ લાખની ચોરી થઈ હતી. આ ચોરી કરનારા પાંચ તસ્કરોને સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આબાદ ઝડપી લીધા હતા.
સુરત ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના થાણેની જ્વેલરી શોપમાં ઘુસીને કરોડો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરીને તસ્કરો ભાગી છૂટ્યા હતા. થાણેની પોલીસે પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. મહારાષ્ટ્ર થાણેના જવેલર્સમાં ૫ કરોડથી વધુની કિંમતન દાગીનાની ચોરી થઈ હતી.
સોના ચાંદીના દાગીનાની થયેલી ચોરીનો ભેદ સુરત પોલીસે ઉકેલ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ચોરી કરનાર પાંચ તસ્કરોને ઝડપી પાડ્યા છે. થાણે ખાતેના મેસર્સ વામન શંકર મરાઠે નામના જવેલર્સના શો રૂમમાંથી ૫ કરોડ ૭૯ લાખની ચોરી થઈ હતી. થાણે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, ચોરીના આરોપી સુરતમાં છુપાયા છે.
જેથી બાતમીના આધારે થાણે ક્રાઈમ બ્રાન્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચને સાથે રાખી ૫ ચોરોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા પાંચેય આરોપી રાજસ્થાનના વતની છે. ૪૮૪ ગ્રામ સોનું,ચાંદીના ૫.૫ કિલો દાગીના અને સિક્કા તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યાે છે.
પોલીસે આરોપી પાસેથી ૨૯ લાખ ૧૫ હજારની મત્તા કબજે કરી છે. પોલીસે નાગજી મેઘવાલ, લીલારામ મેઘવાલ, જેસારામ કલબી, ચુનીલાલ પ્રજાપતિ અને દોનારામ મેઘવાલ નામના પાંચ તસ્કરોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા પાંચેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સુરત પોલીસે પાંચેયને થાણે પોલીસના હવાલે કરી દીધા છે. વધુ તપાસ થાણે પોલીસ હાથ ધરી રહી છે.SS1MS