થાળાસંજેલી ડુંગરભીત ફળિયાના રહીશોને છ માસથી અંધારામાં રહેવાનો વારો આવ્યો

વારંવાર રજૂઆત કરવા છતાં પણ વીજ પુરવઠા સમસ્યાનું યોગ્ય નિરાકરણ ન થયુ. : વીજ કર્મચારીના હેલ્પરનું રજિસ્ટર પંચાયતમાં રજિસ્ટર મૂકવા રજૂઆત.
પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ : થાળાસંજેલી ડુંગરભીતફળિયા તેમજ તળાવ ફળિયા વિસ્તારમાં છેલ્લા છ માસ થી વીજ પુરવઠો ન મળતાં સ્થાનિકોને અંધારામાં રહેવાનો વારો આવ્યો છે અનેક વખત રજૂઆત છતાં પણ એકબીજા પર ખો આપી દેતા સમસ્યાનો હલ ન થતાં સ્થાનિક લોકોએ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરાતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
થાળા સંજેલી ડુંગરભીત ફળિયા તેમજ તળાવ ફળિયામાં છેલ્લા છ માસથી વીજ પુરવઠો ખોરવાતાં અનેક વાર રજૂઆતો છતાં પણ અધિકારી ઓ હેલ્પર ને માથે ખો આપી દેતા હોય છે. તેઓનો સંપર્ક કરતાં આ વિસ્તાર અમારા માં નથી તેમ કહી ફોન મૂકી દે છે.તેમજ ઘણી વખત ફોન પણ ઉઠાવતા નથી.દાહોદ જિલ્લો મહત્વાકાંક્ષી સ્માર્ટ સિટીમાં સમાવેશ છે.જિલ્લામાં વિવિધ યોજનાઓમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે.
ગામડે ગામડે ઘરે ઘરે વીજ પુરવઠો પૂરું પાડવાની સરકાર દ્વારા અનેક યોજના થકી મોટી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ જો અને તો વચ્ચે સંજેલી તાલુકાના થાળા ગામના તળાવ ફળિયા વિસ્તાર તેમજ ભીત ફળીયા વિસ્તારમાં લોકો ના ઘરે વર્ષોથી વીજ પુરવઠાની લાઇનમાંથી વીજ પુરવઠો મળતો હતો.પરંતુ છેલ્લા છ માસથી આ વિસ્તારના લોકોને અચાનક વીજ પુરવઠો આપતી ડીપી માંથી બટાકા ની સાથે જ વીજ પુરવઠો બંધ થઇ જતાં લોકોને અંધારામાં રહેવાનો વારો આવ્યો છે.
વીજ પુરવઠો શરૂ કરવા ગ્રામજનોની અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ વહીવટી તંત્ર એક બીજાને ખો આપી દેતા હોય છે.હેલ્પરો પણ યોગ્ય જવાબ આપતા નથી . જેના કારણે આ વિસ્તાર માં ફરજ બજાવતા હેલ્પરોનો પંચાયતમાં રજિસ્ટર મૂકવામાં આવે તેમજ આ વિસ્તારની ડીપી ફાળવી તાત્કાલિક લાઇટ શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિક લોકોએ મુખ્યમંત્રી જનસંપર્ક કાર્યાલય તેમજ એમજીવીસીએલ વડોદરા હેડ ઓફિસને લેખિત રજૂઆત કરી હતી.