Western Times News

Gujarati News

થીયેટર, મનોરંજન સ્થળોના સંચાલકો દ્વારા ખાણીપીણીમાં ચલાવાતી લૂંટમાંથી લોકોને રાહત

પ્રતિકાત્મક

થિયેટરોમાં ગ્રાહકો પોતાનો ખોરાક-પાણી લઈ જઈ શકશે

(એજન્સી) ગાંધીનગર, મલ્ટીપ્લેક્ષ કે થીયેટરમાં ફિલ્મ જાેવા જતા પ્રેક્ષકો કે વૉટર પાર્ક- એમ્યુઝમેન્ટ પાર્ક સહિત મનોરંજનના સ્થળે ફરવા જતાં સહેલાણીઓ હવે ગુજરાતમાં પોતાની સાથે પાણી અને ખાણી-પીણીની ચીજ વસ્તુઓ લઈ જઈશકશે. અત્યાર સુધી થીયેટર કે એમ્મ્યુઝમેન્ટ પાર્કના માલિકો તેમની મનમાની કરતા હતા

તેની ચકાસણી કરીને હવે સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગે બહારથી ખાણીપીણીની ચીજવસ્તુઓ લઈ જઈ શકાય નહી એને કોઈ જ કાયદાનું સમર્થન નહીં હોવાનું જાહેર કર્યુ છે. એટલું જ નહી જાે કોઈ ગ્રાહકને અટકાવવામાં આવશે તો તેઓ જીલ્લા કલેકટર કે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તા મંડળને ફરીયાદ કરી શકશે. જેમાં દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે. લોકો હવે આ સ્થળોએ જે લૂટ ચલાવાતી હતી એનાથી બચી શકશે.

રાજય સરકારના ગ્રાહક સુરક્ષાને લગતા નિયમન તંત્ર દ્વારા એ બાબતની સ્પષ્ટતા કરવામાં આવી હતી કે થીયેટર કે મનોરંજન પાર્કમાં હવેથી ગ્રાહકો પોતાની પસંદગીનોે ખોરાક લઈ જઈ શકશે. મલ્ટીપ્લેક્ષ થિયેટરો પણ ગ્રાહકના સુરક્ષા કાયદા હેઠળ આવી જાય છે. તેથી તેમાં કોઈપણ ગ્રાહકે પોતાનો જ માલ ખરીદવોે એવી બળજબરી કરી ન શકાય.

ગ્રાહક પોતાની પસંદગીની ફિલ્મ જાેવા થીયેટરમાં આવે ત્યારેે તેનેે ખોરાક પણ પોતાની પસંદગીનો મળવો જાેઈએ. તેની ઉપર થીયેટર માલિકો કોઈપણ શરતો લાદી ન શકે. એ ઉપરાંત વૉટર પાર્કમાં પણ અને અમ્યુઝમેન્ટ પાર્કના સ્થળ પણ તેના સંચાલકો- માલિકો દ્વારા આવો પ્રતિબંધ લગાવાતા હોય છે. પરંતુ તેને કોઈ કાયદાનું સમર્થન નથી.

ગ્રાહકો આવા સ્થળોએ ખાવાપીવાની વસ્તુઓ જ નહી, પાણી પણ લઈ જઈ શકે નહી એવા નિયમ સામે ફરીયાદ કરી શકાય છે. ગ્રાહક સુરક્ષા સંબંધી કાયદાનુૃ ઉલ્લંઘન બદલ જે તે થીયેટર કે પાર્ક સામે મોટી રકમના દંડની કાર્યવાહી પણ થઈ શકે છે.
થીયેટર એમ્યુઝમેન્ટ પાર્ક કે વૉટર પાર્ક વગેરે સ્થળે જ્યાં આવા પ્રતિબંધ હોય એમના દ્વારા ગ્રાહકોની આવી રીત છેતરપીંડી કરી ગ્રાહકનેે અંધારામાં રાખવામાં આવતા હોય છે.

ગ્રાહક સુરક્ષા અધિનિયમ ર૦૧૯ અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તા મંડળની સ્થાપના કરાઈ છે. જેની સત્તા કલકટરને અપાઈ છે. તેથી આવી કોઈપણ ફરીયાદ કેન્દ્રીય સતા મંડળ કે જીલ્લા કલેકટરને કરાતા તેઓ પણ નિર્ણય લઈને કાર્યવાહી કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.