થુરાવાસ માં શાળા આરોગ્ય કાર્યકમ ઉદઘાટન
સાબરકાંઠા:સાબરકાંઠા જિલ્લા ના વડાલી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થેરાસણા દ્વારા “શ્રી થુરાવાસ પ્રાથમિક શાળામાં ” માનનીય તાલુકા આરોગ્ય અધિકારી ડૉ કે. એસ. ચારણ સાહેબ તથા મેડીકલ ઓફિસર ડૉ મનોજ વાલમિયાના માર્ગદર્શન હેઠળ તથા આરોગ્ય ટીમ દ્વારા આરોગ્ય કાર્યક્રમ ઉદ્દઘાટન સમારોહ તા.૨૫/૧૧/૨૦૧૯ ને સોમવારે રાખવામાં આવ્યો હતો. આ સમારોહ માનનીય વડાલી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા આરોગ્ય કાર્યક્રમ ની સમજ આપી હતી. અને કોઈ પણ બાળક આ સેવા થી વંચિત ન રહી જાય તે બાબતે ભારપૂર્વક જણાવ્યું હતુ.સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન શ્રી એસ. બી. પંડ્યા તેમજ ઇમરાન મનસૂરી એ કર્યું હતું.