થેલેસેમિયાના દર્દીઓ માટે ભારતીય સૈન્ય દ્વારા ભૂજ ખાતે રક્તદાન શિબિર યોજવામાં આવી
અમદાવાદ, કોવિડ-19 મહામારી વચ્ચે, દક્ષિણી કમાન્ડ હેઠળ આવતા ભૂજ ખાતેના ભારતીય વાયુ સંરક્ષણ યુનિટ દ્વારા 04 જૂન 2021ના રોજ ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (GAIMS)ની બ્લડ બેંકના સહયોગથી ભૂજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયાના દર્દી માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન શિબિરનું આયોજન ભારતીય સૈન્ય વતી તેમના સદ્ભાવના કાર્ય તરીકે અને સામાન્ય લોકોના કલ્યાણ માટે તેની સતત અને નિયમિત પ્રતિબદ્ધતા જાળવવા માટે કરવામાં આવ્યું હતું.
સંગઠન દ્વારા સ્વેચ્છાએ કરવામાં આવેલા આ પ્રયાસોને GAIMS ખાતે ચીફ મેડિકલ ઓફિસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ (મેડિસિન) ડૉ. કશ્યપ બુચે ખૂબ જ આવકાર્યા હતા અને પ્રશંસા કરી હતી.