Western Times News

Gujarati News

થોડાક જ દિવસમાં ભારત પાસે હશે કોવિડ-19ની વેક્સિન : AIIMS ડાયરેક્ટર

Files Photo

નવી દિલ્હી, AIIMS દિલ્હીના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ બ્રિટનમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિનને મળેલી મંજૂરીને મોટુ પગલુ ગણાવતા જણાવ્યું હતું કે, ભારતમાં પણ થોડાક જ દિવસોમાં કોવિડ-19ની વેક્સિન હશે.

સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા ગુલેરિયાએ જણાવ્યું કે, આ ખૂબ સારા સમાચાર છે કે એસ્ટ્રાજેનેકાને યુકેના અધિકારીઓએ વેક્સિન માટે મંજૂરી આપી દીધી છે. તેમની પાસે મજબૂત ડેટા છે અને ભારતમાં આ જ વેક્સિન સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા વિકસિત કરવામાં આવી રહી છે. આ ફક્ત ભારત માટે નહી પણ દુનિયાના બીજા ભાગો માટે પણ મોટુ પગલુ ગણી શકાય.

એમ્સના ડાયરેક્ટરે જણાવ્યું કે, આ વેક્સિનને બે થી આઠ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર સ્ટોર કરી શકાય છે. માટે તેને ગમે ત્યાં લાવવુ લઈ જવુ સહેલુ છે. માઈનસ 70 ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન ફાઈઝર વેક્સિન માટે જરૂરી છે. તેની જગ્યાએ આ વેક્સિનને સામાન્ય ફ્રીજમાં પણ સ્ટોર કરી શકાય છે.

ભારતમાં કોવિડ-19 વેક્સિન અભિયાન મુદ્દે તેમણે કહ્યું કે, દેશના એક મોટા ભાગમાં કોવિડ-19 વેક્સિન લાગુ કરતા પહેલા આપણે નજીકના ભવિષ્યમાં પોતાના દેશમાં ઉપલબ્ધ થનારી વેક્સિનની ઉપલબ્ધતા જોઈશું.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે દેશમાં કોવિડ વેક્સિનેશન અભિયાન માટે કેટલા સમયની જરૂર છે તો ડો. ગુલેરિયાએ કહ્યું હતું કે, હવે અમારી પાસે ડેટા છે, અને યૂકે, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં સ્ટડીને આધારે જ ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. તેમની પાસે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાનો પણ ડેટા છે. મને લાગે છે કે થોડાક જ દિવસમાં અધિકારીઓ તરફથી મંજૂરી મળ્યા બાદ દેશમાં વેક્સિનને મંજૂરી મળવી જોઈએ. હું મહિનાઓ અને સપ્તાહોની નહીં પણ થોડા દિવસોમાં જ મંજૂરી મળશે તેવી અપેક્ષા રાખુ છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.