થોડા દિવસોમાં ભારતની જેલમાં હશે માલ્યા
ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણમાટે ભારતે તમામ ઔપચારિક્તાઓ પૂરી કરી દીધી છે
નવી દિલ્હી, ભાગેડુ લિકરકિંગ અને બંધ થઈ ચૂકેલી કિંગફિશર એરલાઈન્સ ના સંસ્થાપક વિજય માલ્યાનું થોડા દિવસોમાં ક્યારે પણ પ્રત્યાર્પણ કરવામાં આવી શકે છે. માલ્યાના પ્રત્યર્પણથી સંબંધિત તમામ ઔપચારિક્તા પૂરી થઈ ચૂકી છે. નોંધનીય છે કે, પૂર્વ સાંસદ અને દેશની સૌથી મોટી લિકર કંપની યુનાઇટેડ બેવેરેજિસના માલિક માલ્યાએ કિંગફિશર એરલાઈન્સ શરૂ કરી હતી જે બાદમાં બંધ થઈ ગઈ. તેની પર ૯૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડ્રીંગના કેસ નોંધવામાં આવ્યા હતા. પરંતુ તે વ્યક્તિગત કારણ દર્શાવીને મે ૨૦૧૬માં ભારતથી ભાગી ગયો હતો.
ત્યારથી તે બ્રિટનમાં જ રહે છે. માલ્યાએ ઓછામાં ઓછી ૧૭ બેન્કોને છેતરીને લોન લીધો અને ગેરકાયદેસર રીતે લોનના પૂરા પૈસા કે, એક હિસ્સો વિદેશમાં લગભગ ૪૦ કંપનીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા. માલ્યાના પ્રત્યર્પણમાં સૌથી મોટી અડચણ ૧૪ મેના રોજ તે સમયે દૂર થઈ ગઈ જ્યારે માલ્યા પોતાના પ્રત્યર્પણની વિરુદ્ધ કેસ હારી ગયો. સરકારે આગામી ૨૮ દિવસની અંદર તેન પરત લાવવાનો છે. ૧૪ મે બાદથી ૨૦ દિવસ તો પસાર થઈ ચૂક્યા છે. એવામાં તેને આગામી ૮ દિવસની અંદર પરત લાવવાનો છે.
એપ્રિલમાં યુકે હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું હતું કે, વિજય માલ્યાને ભારત પ્રત્યર્પિત કરવામાં આવી શકે છે. ત્યારબાદ ૧૪ મેના રોજ કોર્ટે માલ્યાને સુપ્રીમ કોર્ટ જવાની તક આપવાનો ઈન્કાર કરી દીધો હતો. બ્રિટનના કાયદા વિશે જાણકારી રાખતાં લોકો મુજબ પ્રત્યર્પણને ટાળવા માટે માલ્યાની પાસે બે રસ્તા છે, જેમાંથી એક શરણ માંગવાનો છે. માલ્યાને ભારત પ્રત્યર્પિત કરવા માટે ડિસેમ્બર ૨૦૧૮માં જ લંડનની વેસ્ટમિન્સટર કોર્ટે આદેશ આપ્યો હતો.