Western Times News

Gujarati News

થોડી બેદરકારી દેશમાં ભયાનક કોરોનાની ત્રીજી લહેરને જન્મ આપી શકે છે: IMA

નવીદિલ્હી: ભારતીય મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ સોમવારે કોવિડ -૧૯ પ્રોટોકોલનું પાલન કરવામાં લોકોની અને સરકારની શિથિલતા અને મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા પર ચિંતા વ્યક્ત કરી હતી. સાથે જણાવ્યું હતું કે આ પ્રવાસન અને ઉત્સાહ ભેર ઉજવાતા પ્રંસગો કોરોની ત્રીજી લહેરને આમંત્રણ સમાન છે. આવી ઘટનાઓ કોરોનાની ત્રીજી લહેરનું મુખ્ય કારણ બની શકે છે.
આઇએમએએ એક નિવેદનમાં કહ્યું છે કે પ્રવાસીઓ, યાત્રાધામો, ધાર્મિક ઉત્સાહ જરૂરી છે પરંતુ તે થોડો સમય રાહ જાેઈ શકે છે. પરંતુ કોરોના રાહ નહિ જાેઈ શકે. થોડી બેદરકારી દેશમાં ભયાનક કોરોનાની ત્રીજી લહેરને જન્મ આપી શકે છે. ડોકટરોના સંગઠને જણાવ્યું હતું કે વૈશ્વિક પુરાવા અને કોઈપણ રોગચાળોનો ઇતિહાસ સૂચવે છે કે “ત્રીજી તરંગ ચોક્કસ અને નિકટવર્તી છે”.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “જાેકે, આ દુખની વાત છે કે હાલના નાજુક સંજાેગોમાં દરેકે ત્રીજી લહેરથી બચવા માટે પગલા લેવાની જરૂર છે, ત્યારે દેશના ઘણા ભાગોમાં, સરકારો અને લોકો કોરોના પ્રોટોકોલનો ભંગ કરતા નજર આવે છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે. પર્યટન, તીર્થસ્થાનો અને ધાર્મિક ઉત્સવ આ બદ્ધું જરૂરી છે. પરંતુ આ તમામ વસ્તુઓ થોડો સમય રાહ જાેઈ શકે છે.

આઇએમએએ કહ્યું, “આ બધાને મંજૂરી આપવી અને લોકોને રસી આપ્યા વિના આ ભીડમાં જાેડાવાની મંજૂરી આપવી, કોવિડની ત્રીજી તરંગમાં મોટો ફાળો આપી શકે છે.” આઈએમએનું આ નિવેદન બજારો અને હિલ સ્ટેશનમાં લોકોની ભીડની વચ્ચે, ઓડિશાના પુરીમાં વાર્ષિક રથયાત્રાનો આરંભ અને ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડમાં કાવડ યાત્રાને મંજૂરી આપવાની વાત દરમિયાન આવ્યું છે. આઇએમએએ તમામ રાજ્યોને અપીલ કરી છે કે લોકોની ભીડ બંધ તેવા પ્રયાસ હાથ ધરવા જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.