થ્રી એમ પેપર બોર્ડની પબ્લિક ઇશ્યૂથી રૂ. 30 કરોડ એકત્રિત કરવાની યોજના
કંપની આઈપીઓ હેઠળ 57,72,000 ફ્રેશ ઇક્વિટી શેર્સ ઓફર કરશે, શેર્સનું બીએસઈ લિમિટેડના એસએમઈ પ્લેટફોર્મ (બીએસઈ એસએમઈ) પર લિસ્ટિંગ થશે
મુખ્ય બાબતોઃ · થ્રી એમ પેપરની રૂ. 40 કરોડ સુધીના ફ્રેશ પબ્લિક ઇશ્યૂ લાવવાની યોજના · કંપની આઈપીઓ હેઠળ ઓફર કરવામાં આવનાર 57,72,000 નવા ઇક્વિટી શેર ઓફર કરી રહી છે · કંપની કોટેડ ડુપ્લેક્સ પેપર બોર્ડની અગ્રણી ઉત્પાદક છે, જે બાયોડિગ્રેડેબલ ફિનિશ્ડ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરવા માટે 100% રિસાયકલ કરેલ વેસ્ટપેપરનો ઉપયોગ કરે છે. · ઇશ્યૂ દ્વારા એકત્ર કરાયેલ ફંડનો ઉપયોગ મશીનરીની ખરીદી, ફેક્ટરી બિલ્ડીંગ એક્સ્ટેંશન, લોનની ચૂકવણી, કાર્યકારી મૂડી ઉમેરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ સહિત વ્યવસાયના વિસ્તરણ માટે કરવામાં આવશે. · કંપનીના શેરને બીએસઈ લિમિટેડ (બીએસઈ એસએમઈ) ના એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. · નાણાંકીય વર્ષ 2023-24 માટે કંપનીએ રૂ. 276.02 કરોડની કુલ આવક અને રૂ. 11.35 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો · કમ્ફર્ટ સિક્યોરિટીઝ લિમિટેડ ઇશ્યૂની બુક રનિંગ લીડ મેનેજર છે. |
મુંબઈ, 2 જુલાઈ, 2024: ત્રણ દાયકાથી વધુ સમયથી રિસાયકલ પેપર-આધારિત કોટેડ ડુપ્લેક્સ બોર્ડ પ્રોડક્ટ્સના ઉત્પાદનના વ્યવસાય સાથે સંકળાયેલી કંપની થ્રી એમ પેપર બોર્ડ લિમિટેડ તેના એસએમઈ આઈપીઓ દ્વારા રૂ. 40 કરોડ સુધીની રકમ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને બીએસઈ લિમિટેડ (બીએસઈ એસએમઈ) ના એસએમઈ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. કંપની દ્વારા ઉત્પાદિત કોટેડ ડુપ્લેક્સ બોર્ડ્સ 100 ટકા રિસાયકલ કરેલા વેસ્ટપેપરમાંથી બનાવવામાં આવે છે અને તે સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ છે, જે તેમને વિવિધ એફએમસીજી અને ફાર્માસ્યુટિકલ સામાનના પેકેજિંગ માટે ઇકો-ફ્રેન્ડલી પસંદગી બનાવે છે. કમ્ફર્ટ સિક્યોરિટીઝ લિમિટેડ ઇશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર છે.
રૂ. 40 કરોડના આઈપીઓમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 57,72,000 ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો વિવિધ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે જેમ કે રૂ. 14 કરોડ પ્લાસ્ટિક-ફાયર્ડ લૉ-પ્રેશર્ડ બોઇલરની ખરીદી સહિત મૂડી ખર્ચ માટે ફાળવવામાં આવશે જે વીજળી પેદા કરવા માટે વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ કરશે અને વીજળીનો ખર્ચ નોંધપાત્ર પ્રમાણમાં બચાવશે. આ ઉપરાંત પ્રોડક્ટની ગુણવત્તા વધારવા માટે હોટ એન્ડ સોફ્ટ નિપ કેલેન્ડર્સ મેળવવામાં આવશે જેથી પ્રીમિયમ પ્રાઇઝિંગ મળે તથા ગ્રાહકોની પસંદગી જળવાઈ રહે. આ ફંડનો ઉપયોગ સ્ટોરેજ કેપેસિટી વધારવા માટે ફેક્ટરી બિલ્ડિંગના વિસ્તરણ માટે અને પ્રોડક્શનની ઝડપ વધારવા માટે શીટ કટર મેળવવા માટે પણ કરવામાં આવશે. રૂ. 10 કરોડ કાર્યશીલ મૂડી માટે તથા રૂ. 7 કરોડ લોનની ચૂકવણી કરવા માટે ફઆળવવામાં આવશે જેનાથી કામગીરી સરળ બનશે, રોકડ પ્રવાહનું સંચાલન સુધરશે અને વ્યાજ ખર્ચ ઓછો થશે. બાકીના ફંડનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે અને ઇશ્યૂને લગતા ખર્ચ માટે કરવામાં આવશે.
થ્રી એમ પેપર બોર્ડ્સ લિમિટેડ (અગાઉ થ્રી એમ પેપર બોર્ડ્સ પ્રાઈવેટ લિમિટેડ અને થ્રી એમ પેપર મેન્યુફેક્ચરિંગ કંપની પ્રાઈવેટ લિમિટેડ તરીકે ઓળખાતી હતી)ની સ્થાપના 1989માં થઈ હતી. તે રિસાયકલ પેપર-આધારિત 200થી 500 જીએસએમની રેન્જના ડુપ્લેક્સ બોર્ડ પ્રોડક્ટ્સના ઉત્પાદનના વ્યવસાયમાં સંકળાયેલી ISO-9001 પ્રમાણિત કંપનીઓમાંની એક છે. આ બોર્ડ પ્રોડક્ટ્સનો ઉપયોગ ખાદ્ય ફૂડ અને બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ્સ, કોસ્મેટિક્સ અને કન્ઝ્યુમર ગુડ્સ જેવા ઉદ્યોગોમાં વિવિધ પેકેજિંગ કામગીરી માટે થાય છે. કંપની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેના ઉચ્ચ-ગુણવત્તાવાળા ડુપ્લેક્સ બોર્ડ પેપર પ્રોડક્ટ્સ સપ્લાય કરે છે.
કંપનીની પ્રોડક્ટ્સ 100 ટકા રિસાયકલ કરેલા વેસ્ટ પેપરમાંથી બનેલી છે અને તે સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ છે. કંપની પ્રોડક્ટ-ડેવલપમેન્ટ તથા ઉત્પાદન પ્રક્રિયાઓ એમ બંને બાબતોમાં સતત વિવિધ નવીનતાઓ હાથ ધરવા માટે તૈયાર છે. મહારાષ્ટ્રના ચિપલુનમાં કંપનીની ઉત્પાદન સુવિધા 30 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે, જે 4 મેગાવોટ કેપ્ટિવ પાવર પ્લાન્ટ સાથે વાર્ષિક 72,000 ટન (ટીપીએ) સ્થાપિત ક્ષમતા ધરાવે છે અને તે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. કંપની વિશ્વભરના પેકેજિંગ ક્ષેત્રોમાં ઉચ્ચ ગુણવત્તાની પ્રિન્ટ જોબ માટે યોગ્ય વૈશ્વિક ગુણવત્તાના ધોરણના પેપર બોર્ડ્સનું ઉત્પાદન કરે છે. દેશભરમાં 25થી વધુ ડીલરોના વિશાળ નેટવર્ક સાથે અને 15થી વધુ દેશોમાં નિકાસ કામગીરી સાથે, થ્રી એમ પેપર બોર્ડ્સ બજારમાં વ્યાપક પહોંચ અને ઉદ્યોગમાં મજબૂત હાજરી ધરાવે છે.