થ્રેસરના ચોરખાનામાંથી ૨૩૨૦ બોટલ દારૂ ઝડપાયો

છોટાઉદેપુર, ગુજરાતમાં દારુ બંધી હોવા છતાં પણ ગુજરાતમાં બૂટલેગરો સક્રિય છે અને દારૂ ઘૂસાડવાના અનેક કીમિયાઓ અજમાવતા હોય છે. જાેકે, સતર્ક પોલીસ પણ આવા બૂટલેગરોના કીમિયાઓ ઉપર પાણી ફેરવી દેતી હોય છે. ત્યારે છોટાઉદેપુરમાં પોલીસે એકદમ નવા જ કીમિયા થતી દારૂ ઘૂસાડવાનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસે થ્રેસરમાંથી દારૂ પકડી પાડ્યો હતો. આ દારૂ મધ્ય પ્રદેશથી ગુજરાતમાં લવાયો હતો. જાેકે, બૂટલેગરોના નવા કીમિયા ઉપર પણ પાણી ફરી વળ્યું હતું. મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુરના કલારાણી પાસેથી પોલીસે દારૂની મોટી ખેપ પકડી હતી. બાતમીના આધારે પોલીસે ટ્રેક્ટરના થ્રેસરમાં ચોર ખાની બનાવીને લઈ જતો ૨૩૨૦ બોટલ દારૂ પકડ્યો હતો.
પોલીસે કુલ ૧૩.૬૬ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરનાર હરિયાણાના બે શખ્સોને પકડી પાડ્યા હતા.
આ દારૂ મધ્ય પ્રદેશથી ગુજરાતમાં ઘૂસાડવાનો પ્લાન હતો જાેકે, છોટાઉદેપુર પોલીસે બૂટલેગરોના પ્લાન ઉપર પાણી ફેરવી દીધું હતું. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા દાહોદમાંથી પણ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. દાહોદ જિલ્લામાં વિદેશી દારૂનો જથ્થો અનેકવાર ઝડપાય છે. તો સાથે જ નશાના કારોબારમાં સંકળાયેલા બૂટલેગરો તગડી કમાણી કરવા માટે નકલી દારૂ બનાવતા પણ જાેવા મળે છે.
આવી જ નકલી દારૂ બનાવટી ફેકટરીની બાતમી દાહોદ એસઓજીને મળતા એસઓજીની ટીમે દાહોદના છાપરી વિસ્તાર સાઈ પેવર પ્રોડક્ટ નામની પેવાર બ્લોક બનાવતી ફેકટરીની આડમાં નકલી દારૂ મળી આવ્યો હતો. નકલી દારૂ બનાવટી ફેકટરીની બાતમી દાહોદ એસઓજીને મળતા એસઓજીની ટીમે દાહોદના છાપરી વિસ્તાર સાઈ પેવર પ્રોડક્ટ નામની પેવાર બ્લોક બનાવતી ફેકટરીની આડમાં નકલી દારૂ મળી આવ્યો હતો.SSS