દંગલ ગર્લ બબીતા ફોગાટ માતા બની, પુત્ર જન્મ્યો
નવી દિલ્હી, દંગલ ગર્લના નામથી ખ્યાતનામ રેસલર બબીતા ફોગાટ માતા બની ગયા છે. આજે તેમણે પુત્રને જન્મ આપ્યો છે. આ અંગે માહિતી આપતા બબીતા ફોગાટે જાતે જ ટ્વીટર પર તસ્વીર શેર કરી હતી. ટ્વીટર પર તસવીર શરે કરતા બબીતા એ લખ્યુ હતું કે અમારા ર્જીંદ્ગજરૈહી મળો, અમે સપનાઓમાં ભરોસો રાખીએ છીએ.
આ પહેલા દંગલ ગર્લે ૨૧ નવેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર પતિ સાથેની એક તસવીર શેર કરતા લગ્નજીવનની સુખદ પળો માટે ખુશી વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે બબીતા અને તેમના પતિ વિવેક બંને પહેલાવાન છે. તેમની બંનેની મુલાકાત ૨૦૧૪માં થયા બાદ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને ૨૦૧૯માં લગ્નગ્રંથિથી જાેડાયા હતા.SSS