દંડ ભરીને બે વર્ષ પહેલાંના રિટર્ન અપડેટ કરી શકાશે
નવી દિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણે આજે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું. અત્યાર સુધીના બજેટ ભાષણમાં નાણામંત્રીએ ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે અનેક મોટી જાહેરાતો કરી છે. આવકવેરાના નિયમો પર તેમણે કહ્યું કે આવકવેરા નિયમોમાં મોટા સુધારા કરવામાં આવશે.
ટેક્સપેયર્સને અપડેટેડ રિટર્ન ભરવાની તક મળશે. નાણામંત્રી ર્નિમલા સીતારમણ તરફથી કરાયેલી જાહેરાત બાદ હવે દંડ ભરીને ૨ વર્ષ પહેલાના આઈટી રિટર્ન અપડેટ કરી શકાશે. અનેકવાર ટેક્સપેયર્સથી ભૂલ થઈ જાય છે હવે સરકાર તરફથી આ ભૂલને સુધારવા માટે અપડેટ કરવાની તક મળશે.
આ કરદાતાઓ માટે એક સારી શરૂઆત ગણવામાં આવી રહી છે. આ ઉપરાંત નાણામંત્રીએ દિવ્યાંગો માટે ટેક્સમાં રાહતની રજૂઆત પણ કરી. આ અગાઉ નાણામંત્રીએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ડિજિટલ કરન્સી લાવવાની પણ જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે નવા નાણાકીય વર્ષમાં ડિજિટલ કરન્સી લાવવામાં આવશે.SSS