દંપત્તિ હોટલમાં જમવા ગયાને બહાર પાર્ક કરેલી બ્રેઝા કારની ચોરી થઈ
અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક પછી એક ઘટનાને અંજામ આપી રહ્યા છે. પહેલા કારના કાચ તોડીને કિંમતી ચીજવસ્તુઓની ચોરી તો હવે તો આખેઆખી કારની ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો છે. શહેરના સુભાષબ્રિજ સર્કલ નજીક હોટલ નીચે પાર્ક કરેલ કારની ચોરીનો બનાવ બન્યું છે. શહેરના ગાંધીઆશ્રમ ખાતેની મ્યુનિસિપલ સ્કૂલના કર્મચારી પત્ની સાથે હોટલમાં જમવા ગયા ને બહાર પાર્ક કરેલી બ્રેઝા કારની ચોરી કરી ગઠિયો ફરાર થઈ ગયો.
ઉસ્માનપુરાના લકી એપાર્ટમેન્ટમાં રહેતા અને ગાંધીઆશ્રમ ખાતેની મ્યુનિસિપલ સ્કૂલમાં ટ્રાન્સપોર્ટનું કામકાજ કરતા ર્હષિલભાઈ પટેલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ચોરી ની ફરિયાદ દાખલ કરાવી છે. હર્ષિલભાઈએ ઘરના ઉપયોગ માટે મારુતિ સુઝુકી કંપનીની વિટારા બ્રેઝા કાર ખરીદી હતી.ગઈ કાલ હર્ષિલભાઈ પત્ની સાથે આ કાર લઈ સુભાષબ્રિજ પાસે આવેલ ઈ-ક્વોલિટી રેસ્ટોરાંમાં જમવા માટે ગયા હતા ત્યારે કાર ગંગા રચના કોમ્પ્લેક્સ પાસે પાર્ક કરી હતી.
ત્યારબાદ હર્ષિલભાઈ અને તેમનાં પત્ની જમીને પરત આવ્યાં ત્યારે તેમની કાર ગાયબ જાેઈ ચોંકી ગયા હતા.અને હર્ષિલભાઈએ બ્રેઝા કારની આસપાસમાં તપાસ કરી તેમ છતાં કાર મળી આવી ન હતી. હર્ષિલભાઈએ તાત્કાલિક રાણીપ પોલીસને કાર ચોરી થઇ હોવાની જાણ કરી હતી. ત્યારબાદ રાણીપ પોલીસે ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાેકે આરોપીને પકડવામાં પોલીસને કેટલા સમયમાં સફળતા મળે છે તે જાેવું રહ્યું.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી શહેરમાં હોટલ કે કોફી શોપની બહાર પાર્ક કરેલી કારમાંથી કાચ તોડીને કિંમતી સામાનની વસ્તુઓની ચોરી થતી હતી. જાેકે, હવે આખે આખી કાર ચોરી થવાની ઘટના સામે આવી છે. આવી સ્થિતિમાં શહેરીજનોને સાવધાન રહેવાની ચોક્કસ જરૂર છે.