દક્ષિણની અભિનેત્રી સોનારિકા ભદોરીયાની નજર હવે વેબ સિરીઝ પર
ટીવી પરદે “દેવો કે દેવ મહાદેવ” શોમાં માતા પાર્વતીનો રોલ નિભાવી જાણીતી બનેલી અભિનેત્રી સોનારિકા ભદોરીયાએ દક્ષિણની ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. તે બોલીવૂડની ફિલ્મોમાં પણ દેખાઇ ચુકી છે.
View this post on Instagram
હવે તેની નજર વેબ સિરીઝ પર છે. ડિજીટલ માધ્યમ અંગે સોનારિકા કહે છે કે અગાઉ મારી પાસે વેબ શોની અનેક ઓફર્સ આવી હતી. પણ તે મને આકર્ષી શકી નહોતી. હાલના શોમાં ભારતીય કન્ટેન્ટ ખુબ સારુ હોય છે. જેમાં મોટા ભાગનું ગેંગસ્ટર્સ અને ગ્રામીણ ભારત આધારીત હોય છે.
મેં મારી જાતને એ સેટીંગમાં જોઇ નથી. હું હાલમાં જે શો થકી ડિજીટલ માધ્યમમાં એન્ટ્રી કરી રહી છું એ હળવા વિષય પર છે. દર્શકોએ આવી કહાની અગાઉ જોઇ નથી. સોનારિકા એક દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. તે કહે છે અહિ વિકસવાની સાથે ઘણું શીખવાનું હોય છે. પરંતુ મને જોઇએ એવી તક હજુ મળી નથી.