દક્ષિણ આફ્રિકાનું આ શહેરમાં 90 ટકા લોકો ઓમિક્રોનથી સંક્રમિત

જોહાનિસબર્ગ : આશરે બે વર્ષ પહેલા ચીનના વુહાનમાંથી ફાટી નિકળેલો કોરોના વાયરસે દુનિયામાં તણાવનો માહોલ ઉભો કર્યો હતો. ત્યાર અત્યાર સુધી દુનિયા કોરોના સામે ઝઝુમી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી દુનિયાભરમાં કોરોનાના કેસ ઘટ્યા તો લોકોએ હાશકારો અનુભવ્યો હતો,
ત્યાં સાઉથ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા વેરિયન્ટે ફરી દહેશતનો માહોલ ઉભો કર્યો છે. કેનેડા, નેધરલેન્ડ અને બ્રિટેન સહિતના કેટલાય દેશોમાં આ નવા વેરિયન્ટના કેસ નોંધાય ચુક્યા છે.
પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દક્ષિણ આફ્રિકામાં એક પ્રદેશમાં 90 ટકા લોકો કોરોનાના આ વેરિયન્ટથી સંક્રમિત થયા છે. આ પ્રદેશનું નામ છે ગૌતેંગ, જયાં નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. મોટા ભાગના કોરોનાથી સંક્રમિત લોકોમાં ઓમિક્રોન વેરિયન્ટ જોવા મળ્યો છે.
ચારે બાજુ લોકડાઉન જેવી સ્થિતિ છે. યુનિવર્સિટી અને કૉલેજ પણ બંધ કરવામાં આવ્યાં છે. દરેક લોકોના ટેસ્ટિંગ કરાઈ રહ્યાં છે. દક્ષિણ આફ્રિકાની આવી સ્થિતિ જોઈ દુનિયાના મોટા ભાગના દેશો ત્યાંથી આવતાં લોકો માટે કડક નિયમ લાગૂ કરી ચુક્યા છે. આ સાથે જ ત્યાંથી આવતી ફ્લાઈટ પર પણ રોક લગાવવામાં આવી છે.
નોંધનીય છે કે આફ્રિકામાં 18 થી 34 વર્ષના માત્ર 22 ટકા યુવાઓએ જ કોરોનાની રસી લીધી છે. જો કે, જે લોકોઅ રસી લઈ લીધી છે તે અન્યને રસી લેવા પ્રેરિત કરી રહ્યાં છે. બે વર્ષ સતત કોરોનાનો સામનો કર્યા બાદ દુનિયા કોરોનાના નવા વેરિયન્ટની ચપેટમાં આવવાની અણીએ છે.
આ જ કારણ છે કે ઓમિક્રોનની જાણકારી મળતાં જ કેટલાય દેશોએ યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે તો કેટલાક દેશોએ આફ્રિકાથી આવતાં લોકો માટે સીમાઓ બંધ કરી દીધી છે. ગૌતેંગ પ્રાંત દક્ષિણ આફ્રિકાના 9 પ્રાંતમાંથી એક છે. જેની વસતી સવા કરોડની આસપાસ છે. આ ભીડભાડ વાળો વિસ્તાર છે, લેન્ડ ઓફ ગોલ્ડ ના નામે પણ ઓળખાય છે.